Ambalal Patel Prediction: તમે નહીં ધાર્યું હોય તેવું જાન્યુઆરીમાં થશે! એક નહીં, બે `ઘાતક` વાવાઝોડાની છે ભયાનક આગાહી
Cyclone Alert By Ambalal Patel Prediction : જગતના તાત પર માવઠા સાથે બે વાવાઝોડા આવવાની અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે. 20 ડિસેમ્બર સુધીમાં માવઠુ અને જાન્યુઆરીમાં વાવાઝોડુ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ડિસેમ્બરના અંતમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થશે.
Ambalal Patel Prediction: આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા છે. વાવાઝોડું લો પ્રેશર બની શકે છે. અલ નીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે. તમને જણાવીએ કે 2023 નું વર્ષ કુદરતી આફતોનું રહ્યું છે. આ વર્ષે એકસાથે અનેક વાવાઝોડા આવ્યા, જેને વાતાવરણમાં ઘરખમ ફેરફારો કર્યા. હજી ચાર દિવસ પહેલા જ દક્ષિણ ભારતમાં મિચૌંગ વાવાઝોડું ત્રાટક્યું હતું. પરંતું તૈયારી કરી લેજો. ડિસેમ્બરમાં એક નહિ, બીજા બે વાવાઝોડા આવવાના છે.
અરબી સમુદ્રમાં ફરી ડિપ્રેશન સર્જાશે
અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમણે કહ્યું કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે જે આગામી 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશનમાં સર્જાશે.
પહેલા વાવાઝોડાની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 11-12 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેભની અસર હેઠળ હિમવર્ષાની શક્યતા છે. આ દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ઠંડી અને કામોસમી વરસાદની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા 11 થી 13 ડિસેમ્બરમાં ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી પડશે. આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ શરુ થઈ ગઈ છે. 12 ડિસેમ્બરથી હલચલ સક્રિય થઇ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. આ હલચલ ડિપ્રેશન સુધી જવાની શક્યતા છે.
બીજું વાવાઝોડું ક્યારે આવશે
આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા છે. વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થશે.
ઘાતક હિમવર્ષા થશે
તેમણે કહ્યું કે, લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી આવી શકે છે. 12 ડિસેમ્બર બાદ ઠંડી ઉત્તર ગુજરાત, માધ્ય ગુજરાત ભાગો અને સૌરાષ્ટ્રમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. 16-17 ડિસેમ્બર ઉત્તર પર્વતીય પ્રદેશમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે હિમવર્ષાની શક્યતા છે.
આ તારીખોએ આવશે માવઠું
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું- 12થી 18 ડિસેમ્બર સુધી ગુજરાતમાં ફરી માવઠું પડશે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 15 થી 20 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. તો 12 અને 13 ડિસેમ્બરે કાતિલ ઠંડી પડવાની પણ આગાહી છે. આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે. 13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે.
ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે. આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ સંકટ બનીને આવળે, તો 14, 15, 16 અને 17 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ આવશે. ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડશે. તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે.