ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા કપરો સમય લાવે તેવી આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં  અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાના લીધે પૂર આવે તેવી સ્થિતિ વર્ણવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આજે ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેણા કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં 10મી જૂલાઈથી 15 જૂલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે અને આ દરમિયાન રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે. 


અમરનાથમાં વાદળ ફાટતાં જામનગરના 20 શ્રદ્ધાળુઓ ફસાયા, સુરતના 85 સહી સલામત


ગુજરાતમાં જૂન મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં જે વરસાદની ઘટ હતી તે મોટા ભાગની ઘટ હવે જૂલાઇ માસમાં પૂર્ણ થઈ ગઈ છે. મેઘરાજા હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં સાંબલેધાર વરસી રહ્યા છે. જેના કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યાં જ માનવજીવન પણ મુશ્કેલીમાં મૂકાયું હતું. ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 10થી 15 જૂલાઈ વચ્ચે ભારેથી વરસાદની આગાહી વચ્ચે પૂરની સ્થિતિની આગાહી કરી છે.


ક્યાં ઝોનમાં કેટલો વરસાદ?
કચ્છમાં 33.36 %, ઉત્તર ગુજરાતમાં 16.93 %, સૌરાષ્ટ્રમાં 31.26 %, મધ્ય ગુજરાતમાં 13.68 % અને દક્ષિણ ગુજરાતમાં 25.64 % વરસાદ પડી ગયો છે.


મેઘાની દે ધનાધન બેટિંગ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો?


વલસાડમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપુર
વલસાડ જિલ્લામાં સતત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર ની સ્થિતિ સર્જાઈ છે ધરમપુર તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માન નદી ઉપર આવેલા લોલેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે ધરમપુર તાલુકાના સિંદૂમ્બર ખાતે આવેલો ભટરી ફળિયા અને અન્ય ત્રણ જેટલા ફળિયાને જોડતો પુલ પાણીમાં ડૂબી જતાં આશરે 2500 થી વધુ લોકોને હાલાકીનો સામનો કરવાનો વાળો આવ્યો છે ઉપરવાસમાં સતત વરસાદના કારણે જિલ્લા ના 44 રસ્તાઓ બંધ થયા છે સતત વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર સર્જાઈ છે.


ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 13 ગામ અસરગ્રસ્ત
ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 13 ગામ અસરગ્રસ્ત થયા છે. છેલ્લા 24 કલાકમાં ડાંગમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વઘઈમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદ થતા લો લેવલ કોઝવે, રસ્તા પર પાણી ભરાયા છે. અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની છે. વન વિસ્તાર, ધોધ પાસે લોકોને ફોટોગ્રાફી ન લેવાની અપીલ કરાઈ છે. અધિકારીઓને મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ પણ છૂટ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube