ઝી મીડિયા/બ્યૂરો :જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ વરસાદની સચોટ આગાહી માટે પ્રખ્યાત છે. ત્યારે તેઓએ હવે ગુજરાતમાં ઠંડી માટે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, નાતાલ બાદ રાજ્યના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બેચરાજી, સમી, હારીજ પાલનપુર ડીસા વગેરે ભાગોમાં સખત ઠંડીનું મોજુ ફરી વળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આણંદ, ખેડા, વડોદરાના તેમજ પંચમહલાના ભાગોમાં પણ ઠંડી પડે છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર વગેરે ભાગોમાં પણ ઠંડી પડી શકે છે. કચ્છના ભાગોમાં સખત ઠંડી પડશે. તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો અંબાજી, આબુના ભાગોમાં સખ્ત ઠંડી પડવાની શક્યતા છે. ઠંડીની શરૂઆત રવિવારથી થવાની શક્યતા રહે છે. આગામી 28, 29, 30 ડિસેમ્બરના સખત ઠંડીનું મોજું ગુજરાતમાં આવી શકે છે. 


ગુજરાતમાં હવે ડિસેમ્બર મહિનાની અંતથી કડકડતી ઠંડીનો દોર શરૂ થયો છે. ઉત્તર ભારતના સૂસવાટાભર્યા પવનો ગુજરાત તરફ ફરી વળ્યા છે. જેને કારણે ગુજરાતના વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જેમાં પણ ક્રિસમસ બાદ હાડ થિજવતી ઠંડીના દિવસો આવશે.