Ambalal Patel Forecast: ગુજરાતના માથે છે સૌથી મોટું જોખમ! આ તારીખો નોંધી લેજો, મેઘો ધમરોળશે!
weather forecast 2023: આંબાલાલ પટેલે હોળી પહેલા આગાહી કરી છે કે, બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
Gujarat Weather 2023: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને એક આગાહી કરવામાં આવી છે. ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં જણાવાયું છે કે આગામી 48 કલાક વાતાવરણ સૂકું રહેશે. તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. પરંતુ 5, 6 અને 7 માર્ચે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરાઈ છે. 5 માર્ચે પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર તરફ વરસાદ વરસશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને ઇસ્ટરલી ટ્રફને કારણે ગુજરાતમાં વરસાદ રહેશે. હાલમાં 2 થી 5 ડિગ્રી સામાન્ય કરતા વધુ તાપમાન રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ હિટવેવની કોઈ આગાહી નથી. અમદાવાદ અને ગાંધીનગર 37 ડિગ્રી તાપમાન નોધાયું છે, જ્યારે સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે.
આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે ભયાનક આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગમાં હળવો વરસાદ. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં, ઉત્તર ગુજરાતમાં બનસકાંઠામાં પણ વરસાદની આગાહ છે. આગામી ત્રણ કલાકમાં 40 km/h ની ઝડપે પવન ફૂંકાશે.
PM Modi ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે અ'વાદ ટેસ્ટ જોવા આવશે, ટીમ ઈન્ડિયાની થશે કસોટી
બીજી બાજુ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 4,5,6 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. પવનોનો દિશા બદલાતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારી, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં કમોસમી વરસાદની આગાહી છે.
ગીર સોમનાથમાં હિટવેવની આગાહી
મહત્વનું છે કે, ગુજરાતમાં સત્તાવાર રીતે શિયાળાએ વિદાય લઈ લીધી છે. પરંતુ ઉનાળો બેસે તે પહેલા જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ત્યારબાદ રાજ્યમાં તાપમાન વધશે. આ દરમિયાન 3 થી 5 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. બીજી બાજુ અમદાવાદીઓ માટે માઠા સમાચાર છે. શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે, તો ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરાઇ છે.
વલસાડનો ભયાનક કિસ્સો:તરફડિયાં મારતી બાળકી સાથે ખરાબ રીતે દુષ્કર્મ, બાદમાં ટૂંપો દીધો
હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી
આંબાલાલ પટેલે હોળી પહેલા આગાહી કરી છે કે, બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાદળછાયું વાતાવરણ રહેશે અને હિમ વર્ષા થશે. પ્રજાંબ, હરીયાણા, રાજસ્થાનના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે મોહનથાળનો પ્રસાદ બંધ: નવા પ્રસાદમાં ચિક્કી મળશે
જ્યારે 4 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાઠા, સમી હારીજ, મહેસાણા, કડી, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લાના અમુક ભાગો તેમજ ગીરના ભાગો,આહવા, ડાંગ, સુરત, ગાધીધામ, નખત્રાણા ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે.
ભારતનું હૃદય છે આ રાજ્ય: ઉનાળું વેકેશનમાં આ 9 ધોધની મુલાકાત લેશો તો વળશે ટાઢક
3-4 માર્ચથી ગરમીમાં વધારો થશેઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 26 એપ્રિલે 45 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાશે. 26 એ સમુદ્રમાં હલચલ થશે અને તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. રાજ્યમાં માર્ચ મહિનામાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચશે. અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોએ આગામી દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરવી પડશે.