Jamnagar: દુનિયાના સૌથી શ્રીમંત પરિવારના પુત્રએ જામનગરના બાલા હનુમાન મંદિરમાં દર્શન કર્યાં, PHOTOs
Anant Ambani At Bala Hanuman : અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીએ જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાનજી મંદિરમાં શીશ ઝુકાવ્યું
Jamnagar News : દુનિયાનું સૌથી શ્રીમંત પરિવાર એવો અંબાણી પરિવાર શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર છે. આ પરિવારના દરેક સભ્યો સમયાંતરે કોઈને કોઈ પ્રખ્યાત મંદિરોમાં જઈને દર્શન કરતા રહે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સાથે હવે તેમના સંતાનો અને વહુ-દીકરીઓ પણ મંદિરોમાં જોવા મળતા હોય છે. ત્યારે રિલાયન્સના મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી જામનગરમાં બાલા હનુમાન મંદિર ખાતે દર્શને પહોંચ્યા હતા. તેઓએ વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા.
જામનગર ખાતે આવેલા બાલા હનુમાન મંદિરમાં અનંત અંબાણી ઓચિંતા દર્શન કરવા પહોંચ્યા હતા. શ્રી બાલા હનુમાન સકીર્તન સમિતિ દ્વારા અનંત અંબાણીનું સન્માન કરાયું હતું.
મોડી રાત્રે દર્શનાર્થીઓને ખલેલ ન પહોંચે તે રીતે ખાસ અનંત અંબાણીએ મંદિર બંધ થાય તે પહેલા જ શ્રી રામ જય રામ જય જય રામની અખંડ આહલક જ્યાં ચાલે છે ત્યાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકી અને બાલા હનુમાનજીના દર્શન કર્યા હતા.
[[{"fid":"433253","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"anant_ambaji-zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"anant_ambaji-zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"anant_ambaji-zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"anant_ambaji-zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"anant_ambaji-zee2.jpg","title":"anant_ambaji-zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
અનંત અંબાણીને બાલા હનુમાન મંદિરની છબી અર્પણ કરાઈ હતી. બાલા હનુમાન મંદિર એ જામનગરનું પ્રખ્યાત ધાર્મિક સ્થાન છે. જ્યાં સતત 24 કલાક રામધુન ચાલે છે.
[[{"fid":"433254","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"anant_ambaji-zee.jpg","field_file_image_title_text[und][0][value]":"anant_ambaji-zee.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"anant_ambaji-zee.jpg","field_file_image_title_text[und][0][value]":"anant_ambaji-zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"anant_ambaji-zee.jpg","title":"anant_ambaji-zee.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]
આ મંદિરની ખાસિયત એ છે કે, જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું બન્યું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓએ યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો. તેઓ 1960માં જામનગરમાં આવ્યા હતા અને તળાવના કાંઠે આ મંદિર બંધાવ્યું હતું. આ મંદિરમાં 1 ઓગસ્ટ, 1964થી મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ ના થઇ તો ના જ થઇ.