reliance foundation : ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ આંક વધી રહ્યો છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, લગભગ 288 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ અનેક પીડિતો હજી પણ હોસ્પિટલમાં છે. આવામાં દેશનો ઉદ્યોગપતિ પરિવાર પીડિતોના વ્હારે આવ્યો છે. ટોચના ઘનાઢ્ય અંબાણી પરિવાર થકી ચાલતા રિલાયન્સ ફાઉન્ડેશન પીડિતોને વિવિધ મદદ પહોંચાડી રહ્યું છે. આ અકસ્માત બાદ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી આગળ આવ્યા છે. અંબાણી જૂથના રિલાયન્સ ફાઉન્ડેશને પીડિતોની મદદ માટે દાનની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અકસ્માત બાદ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ શોક વ્યક્ત કરતાં કહ્યું કે, ‘હું ટ્રેન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો સાથે ઉભી છું અને ભારે હૃદયથી સંવેદના વ્યક્ત કરું છું. હું આ દુર્ઘટનાને કારણે થયેલા દુઃખને દૂર કરી શકતી નથી, પરંતુ અમે શોકગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે પીડિતોની સાથે મજબૂતીથી ઉભા છીએ.


 



 


હાલ રિલાયન્સ ફાઉન્ડેશન અકસ્માત બાદ લોકોને જરૂરી મદદ પહોંચાડી રહ્યું છે. દુર્ઘટના બાદ રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમ બાલાસોરમાં મદદ માટે પહોંચી ગઈ હતી. હાલ આ ટીમ બાલાસોર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે મળીને કામ કરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમે અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવાનું કાર્ય હાથ ધર્યુ હતું. તેમજ હોસ્પિટલમાં માસ્ક, ઓઆરએસ, બેડશીટ, ગ્લોવ્ઝ, લેમ્પ્સ અને ગેસ કટર જેવી તાત્કાલિ જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી હતી. 



 


સહાય પેકેજ જાહેર કર્યું
- Jio-BP નેટવર્કથી એમ્બ્યુલન્સ માટે મફત ઇંધણ
- રિલાયન્સ સ્ટોર્સ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને આગામી છ મહિના માટે લોટ, ખાંડ, કઠોળ, ચોખા, મીઠું અને રાંધણ તેલ સહિત મફત રાશન સપ્લાયની જોગવાઈ
- ઇજાગ્રસ્તોને ઝડપી સાજા થવા માટે મફત દવાઓ
- અકસ્માતના કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની તબીબી સારવાર
- ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક પરામર્શ સેવાઓ.
- જો જરૂરી હોય તો જિયો અને રિલાયન્સ રિટેલ દ્વારા મૃતકના પરિવારના સભ્યને રોજગારની તકો પૂરી પાડવી
- વિકલાંગ લોકો માટે વ્હીલચેર, પ્રોસ્થેસિસ સહિતની સહાયની જોગવાઈ
- નવી રોજગારીની તકો શોધવા અસરગ્રસ્ત લોકોને વિશેષ કૌશલ્ય તાલીમ
- તેમના પરિવારની એકમાત્ર કમાણી ગુમાવનાર મહિલાઓ માટે માઇક્રોફાઇનાન્સ અને તાલીમની તકો
- આપત્તિ અસરગ્રસ્ત ગ્રામીણ પરિવારોને વૈકલ્પિક આજીવિકા માટે ગાય, ભેંસ, બકરી, પક્ષીઓ જેવા પશુધન પૂરા પાડવા
- શોકગ્રસ્ત પરિવારના સભ્યોને તેમની આજીવિકા પુનઃનિર્માણમાં મદદ કરવા માટે એક વર્ષ માટે મફત મોબાઇલ કનેક્ટિવિટી


આ બાદ રિલાયન્સ ફાઉન્ડેશન પીડિતો માટે મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશને 10-પોઇન્ટ સહાય પેકેજની જાહેરાત કરી છે. આ લાભોમાં મૃતકના પરિવારના સભ્ય માટે 6 મહિના માટે મફત રાશન, દવાઓ અને રોજગાર આપવામાં આવશે.