મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ના આનંદ નગર (Anandnagar) પોલીસે તાજેતરમાં જ વ્હેલ માછલીનાં એમ્બરગ્રીસ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે આ આરોપીઓ પાસેથી કરોડો રૂપિયાનું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું. અને આરોપીઓની પુછપરછ દરમ્યાન એમ્બરગ્રીસ (Amber Greece) આપનાર ગફાર અન્સારીનું નામ સામે આવતા પોલીસે જૂનાગઢથી મુખ્ય સુત્રધારની પણ ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ (Ahmedabad) ના પ્રહલાદનગર (Anandnagar) દેવપ્રિયા કોમ્પલેક્ષ પાસેથી કરોડોના વ્હેલ માછલીનાં એમ્બરગ્રીસ (Amber Greece) સાથે ઝડપાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન કેટલીક હકીકતો સામે આવી છે. જે આધારે પોલીસે તપાસ કરતા મુખ્ય સુત્રધાર ગફાર અન્સારીની પણ જૂનાગઢ (Junagadh) ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. 

મહિલાને અજાણ્યા યુવક પર દીકરા સમાન વિશ્વાસ કરવો ભારે પડ્યો, કર્યું આવું કામ


આરોપીની પોલીસે (Police) તપાસ કરતા સામે આવ્યું છે કે આ તમામ વેપારીઓ એન્ટીક ચીજ વસ્તુનાં વેપાર સાથે સંકળયેલા છે. અને ગુજરાત (Gujarat) નાં અલગ અલગ જીલ્લાનાં રહેવાશી છે. એમ્બરગ્રીસ (Amber Greece) સૌ પ્રથમ ગફાર અન્સારીએ શરીફને વેચવા માટે આપી અને કહ્યું કે આની બજારમાં ખુબ જ કિંમત આવે તેવી છે અને જયારે વેચાય ત્યારે રૂપિયા આપજે. 


જે એમ્બરગ્રીસ (Amber Greece) વેચવા માટે શરીફે ખાલીદ અને રાજસ્થાન (Rajasthan) નાં સુમેર સોનીને વાત કરી અને અમદાવાદ (Ahmedabad) માં આવ્યા હતા. ચોકાવનારી વાત એ છે કે આ વસ્તુનું કરોડોની કીમત છે અને મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે વેચાય છે. ત્યારે ગફાર અન્સારી આ ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

વડોદરામાં બ્લેક ફંગસના 8 લાખ ઇન્જેક્શનનું રો મટેરિયલ બનાવતી દેશની એકમાત્ર કંપની


એટલું જ નહી પણ મુખ્ય સુત્રધાર ગફાર અન્સારીએ શરીફ અને ખાલીદ સાથે વર્ષોથી એન્ટીક ચીજવસ્તુનો વેપાર કરતા હોવાથી સંર્પકમાં હતા. અને 6 મહિના પહેલા એમ્બરગ્રીસ (Amber Greece) શરીફને વેચવા માટે આપેલુ જેથી ગફારે એમ્બરગ્રીસ વેચવા અંગે શરીફને વાત કરતા ખાલીદ સુમેર સોની ગ્રાહકનાં શોધમાં હતા. જેમાં રાજકોટ (Rajkot) ના મુલચંદ અને કચ્છ કમલેશ પંજાબી પોલીસ પકડથી બહાર છે જેને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


પોલીસે પકડેલ એમ્બરગ્રીસ મામલો શું  હતો ?
અમદાવાદ (Ahmedabad) ની આનંદનગર પોલીસ ૨૧ મેના રોજ  પ્રહલાદનગર દેવપ્રિયા કોમ્પલેક્ષ પાસેથી એમ્બરગ્રીસ સાથે ૩આરોપી સુમેર સોની, ખાલિદ ઓફિ, શરીફ છીડાને પકડયા હતા. જેમની પાસેથી પોલીસને 5 કિલો 350 ગ્રામનો વ્હેલ માછલીની વોમીટ એટલે કે અંબરગ્રીસ જથ્થો કબજે કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજીત કિંમત 7 કરોડથી વધુની થાય છે. પોલીસે FSLમાં તપાસ કરાવતા વ્હેલ માછલીની એમ્બરગ્રીસ હોવાનું જ સામે આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube