હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં, BU પરમિશન વિનાની બિલ્ડીંગોને AMC એ કરી સીલ
શહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલા યુનિવર્સિટી પ્લાઝામાં આવેલી 67 દુકાનો જ્યારે શેફાલી કોમર્શિયલ સેન્ટર પાલડી પાસે 81 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલડી, નવરંગપુરા. એસજી હાઇવે, નારોલ, મણિનગર સહિતના વિસ્તારોમાં બીયુ પરમિશન વિનાના એકમોને સીલ કરવામાં આવ્યા છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદમાં હવે ધીમે ધીમે કોરોનાનો કહેર ઘટી રહ્યો છે. શહેરમાં સતત કોરોના કેસ ઓછા નોંધાઇ રહ્યા છે ત્યારે તંત્ર ફરી એકવાર એક્શનના મૂડમાં આવી ગયું છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશના એસ્ટેટ વિભાગ દ્વારા મોડી રાતથી કાર્યવાહી શરૂ કરી છે. જેમાં શહેરમાં બીયુ પરમિશન મળી ન હોવાછતાં ઉપયોગ લેવામાં આવતા હોય એવા એકમોને સીલ કરવામાં આવ્યા છે. હાઇકોર્ટના આદેશ એએમસી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વિજય ચાર રસ્તા પાસે આવેલા યુનિવર્સિટી પ્લાઝામાં આવેલી 67 દુકાનો જ્યારે શેફાલી કોમર્શિયલ સેન્ટર પાલડી પાસે 81 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલડી, નવરંગપુરા. એસજી હાઇવે, નારોલ, મણિનગર સહિતના વિસ્તારોમાં બીયુ પરમિશન વિનાના એકમોને સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારીઓ અને બિલ્ડર્સમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
Traffic Rules તોડતા ચેતજો, કોરોના બાદ ફરી ટ્રાફિક વિભાગે અમદાવાદમાં શરૂ કર્યા E-Memo
શહેરના અનેક વિસ્તારોમાં બીયુ પરમિશન વિના એકમોનો ઉપયોગ થતો હોવાથી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નોટીસ આપ્યા વિના દુકાનો સીલ કરવામાં આવી છે. તો આ તરફ મ્યુનિસિલ કોર્પોરેશનનું કહેવું છે કે બે નોટિસ આપવામાં આવી છતાં પણ બીયું માટે કોઇપણ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી એકમોને સીલ કરવામાં આવ્યા છે.
દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા PIL સંદર્ભ વેલીડ બી.યુ. પરમિશન વગર થતો વપરાશ/ઉપયોગ અટકાવવા આજે ૩૧.૦૫.૨૦૨૧ ના રોજ નીચેની હોટલોના બિલ્ડીંગ સીલ કરવામાં આવેલ છે.
(૧) મયુર પેલેસ હોટલ:- ૩ યુનિટ
(૨) મોતી મહેલ હોટલ:- ૧ યુનિટ
(૩) સાવન હોટલ :- ૧ યુનિટ
(૪)ભૂખ લાગી હૈ :- ૧ યુનિટ
(૫)હોટલ રોયલ પ્લાઝા:- ૧ યુનિટ
કુલ :- ૭ યુનિટ સીલ કરેલ છે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube