હીતલ પારેખ/ ગાંધીનગરઃ અમદાવાદ મહાનગરમાં આગામી 5 વર્ષ 2019 થી 2024 દરમ્યાન પર્યાવરણની જાળવણી અને ક્લાઈમેટ ચેંજ મેનેજમેન્ટ માટે રૂ. 7000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે અમદાવાદ મહાનગરપાલિકા અને વર્લ્ડ બેન્ક ગ્રુપની ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં એમઓયુ સંપન્ન થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એમઓયુ અંતર્ગત IFC  અમદાવાદ શહેરને ક્લાઈમેટ ચેંજને કારણે થતી આડ અસરો તેમજ પ્રદૂષણ ઘટાડવા અંગેની સ્ટ્રેટેજી માટે મહાપાલિકાના નાણાકીય સ્ત્રોતનો સુચારુ ઉપયોગ કરવાની દિશામાં ટેકનીકલ સપોર્ટ આપશે.


એટલું જ નહીં ઈ મોબિલિટી, ગ્રીન બિલ્ડિંગ્સ, રિન્યુએબલ એનર્જી, ટ્રાન્સપોર્ટ, વેસ્ટ, વોટર ટ્રીટમેન્ટ તથા વેસ્ટ ટુ એનર્જી જેવા વિષયોમાં પણ ટેક્નિકલ સહાય કરશે. ટેક્નિકલ ડિઝાઇન અને નાણાકીય સહાય માટે પી પી પી ધોરણે મદદ લેવામાં આવશે. 


અમદાવાદની એક એવી કંપની જ્યાં તમાકુ, ગુટખાના વ્યસનીને નોકરી અપાતી નથી


આ એમઓયુ ને પરિણામે અમદાવાદ મહાનગર દેશભરમાં પર્યાવરણ જાળવણી પ્રદુષણ નિયંત્રણ અને લો ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સ ડેવલમેન્ટ સ્ટ્રેટેજીના અમલમાં મોડેલ સિટી તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં ગતિ મળશે.


રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમદાવાદના મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલભાઈ, પક્ષના નેતા અમિત શાહ તેમજ મુખ્ય મંત્રીના અગ્ર સચિવ એમ કે દાસ, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પુરી, મ્યુ.કમિશનર વિજય નહેરા  તેમજ મહાપાલિકાના નાયબ કમિશ્નરો અને આઇએફસીના પ્રતિનિધિઓની હાજરીમાં એમઓયુની કાર્યવાહી સંપન્ન કરવામાં આવી હતી.


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...