Holi Festival : ભારતમાં હોળીના પર્વનું અનેરું મહત્વ છે. દેશના દરેક ગામના નાકે હોળિકા દહન કરવામાં આવે છે. હોળીના તહેવાર પર સાંજે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારે અનેક લોકો આ માટે ચાર રસ્તા પર ખોદકામ કરતા હોય છે, અને હોળીના તહેવાર બાદ એ ખાડો એવોને એવો રહી જાય છે. જેનાથી અન્ય વાહનચાલકોને તકલીફ પડતી હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે, જાહેરમાં રસ્તા પર હોળી પ્રગટાવવામાં ન આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાડા વગર પ્રગટાવો હોળી 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓને અપીલ કરાઈ છે કે, હોળીના તહેવાર પર જાહેર રસ્તા પર ખાડા કરવામાં ન આવે. તેનાથી રોડને નુકસાન થાય છે. આ માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા કેવી રીતે રોડ પર હોળી પ્રગટાવવા તેની પણ સૂચના આપવામાં આવી છે. 


આ પણ વાંચો : 


ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં આખું સ્ટેડિયમ ભાજપ સમર્થકોથી ભરાયેલું રહેશે? ઉઠ્યા આક્ષેપો


કોર્પોરેશન માટી આપશે 
કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું કે, હોળી પ્રગટાવતા પહેલા રોડ ઉપર માટી નાખવામાં આવે અને તેની ઉપર હોળી પ્રગટાવવામાં આવે. જેથી રોડને નુકસાન ન થયા છે. જ્યાં પણ માટીની જરૂરિયાત હશે તે AMC દ્વારા પૂરી પવાડમાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે.


સોસાયટીને સૂચના
આ માટે કોર્પોરેશન દ્વારા સૂચના અપાઈ કે, રસ્તા પર ઈંટો ગોઠવાીન તેના પર માટી પાથરીને હોળી પ્રગાટાવાય તો રોડને નુકસાન થતુ અટકાવી શકાય છે. આ માટે કોર્પોરેશન દ્વારા તમામ વોર્ડના કોર્પોરેટરને સૂચના આપવામા આવી છે કે, તમારા વોર્ડની સોસાસટીઓને આ રીતે હોલિકા દહન કરવાનુ જણાવવામાં આવે. 


હોળી એ આનંદનો પર્વ છે, તેથી આનંદની સાથે સાથે જો રોડની નુકસાનીને પણ સાચવવામા આવે તો સારું. આ રીતે રોડ પર ખાડા પડતા અટકાવી શકાય છે. જો સાવચેતી સાથે તહેવાર ઉજવાય તો અન્ય નાગરિકોને પણ સારું લાગે.


આ પણ વાંચો : 


ભર ઉનાળે વાદળો બંધાયા, જાણો ગુજરાતના કયા કયા શહેરોમાં છે વરસાદની આગાહી