અર્પણ કાયદાવાલા/ અમદાવાદઃ અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી(Sabarmati River) પર મહાકાય રિવર ફ્રન્ટ(River front) બનાવાયો છે. જોકે, રિવર ફ્રન્ટ બની ગયા પછી આ પ્રોજેક્ટ હેઠળ વેચવાની થતી જમીન તંત્ર વેચી શક્યું ન હતું. હવે, મ્યુનિસિપાલિટી દ્વારા રિવરફ્રન્ટની જમીનની વ્યૂહરચના અને વેચાણ માટે એક વિદેશી કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. AMC દ્વારા જોન્સ લેંગ લાસેલ (Jones Lang LaSalle)ની સાથે કરાર કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ(Vijay Nehra) પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદ રિવરફ્રન્ટની(Ahmedabda Riverfront) રચના શહેરની સુંદરતા વધારવા અને શહરીજનોને નવા આકર્ષણ પુરા પાડવા માટે કરાઈ છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં જે જમીન નિકળી છે તેની વ્યૂહરચના અને વેચાણ માટે આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટની(International Property Consultant) જોન્સ લેંગ લાસેલ (Jones Lang LaSalle)ની નિમણૂક કરવામાં આવી છે. 


સંસ્થા શું કામગીરી કરશે?
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ વધુમાં જણઆવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટ જોન્સ લાંગ લાસેલ સાથે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. આ સંસ્થાની અનેક દેશોમાં શાખાઓ આવેલી છે અને તે રિયલ એસ્ટેટ બાબતે સલાહ આપવાનું કામ કરે છે. સંસ્થા નીચે પ્રમાણેની સેવાઓ પુરી પાડશે. 


  • સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટના વેચાણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રિસર્ચ કરી પ્લોટ વેચાણ માટે સુચનો અને માર્ગદર્શન આપશે. 

  • સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટ વેચાણ માટે આંતરરાષ્ટ્રીય પ્લોટ ડેવલપર સાથે સંકલ માટે મદદરૂપ બનશે. 

  • રિવરફ્રન્ટ માટે માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને આંતરરાષ્ટ્રીય દરજ્જાની વ્યૂહરચના તૈયાર કરી આપશે. 


ઉલ્લેખનીય છે કે, રિવફ્રન્ટ પ્રોજેક્ટની પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યાર સુધી રૂ. 1500 કરોડથી વધુનું આંધણ કરી ચૂકી છે, પરંતુ તેની સામે આ પ્રોજેક્ટ થકી કોર્પોરેશનને કોઈ મોટી આવક નથી થઇ રહી. અગાઉ પણ આવક મેળવવા માટે તંત્રએ પ્રોજેક્ટ હેઠળ આવતા વિવિધ પ્લોટ વેચવાની મસમોટી વાતો કરી હતી. જે અંગે આજદિન સુધી કોઇ જ પ્રગતિ થઈ નથી. આ અંગે ઝી 24 કલાકે પુછેલા પ્રશ્નના જવાબમાં મ્યુનિસિપલ કમિશ્નરે વધુ સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ માત્ર એટલું જ જણાવ્યું કે, અત્યારે આંતરરાષ્ટ્રીય કન્સલટન્ટની નિમણૂક કરાઈ છે.


અમદાવાદની DPS હીરાપુર સ્કૂલની NOC બાદ બીયુ પરમિશન પણ નકલી... જુઓ વીડિયો... 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...