અર્પણ કાયદાવાલા/અમદાવાદ :મેગાસિટી અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ પણ દોડતુ થયુ છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્રની જુદી જુદી ટીમો દ્વારા મચ્છરોના બ્રીડીંગ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. જ્યાં જરૂર પડ્યે બાંધકામ સાઇટ અને અન્ય જગ્યાઓના માલિકોને દંડ ફટકારી સાઇટ સીલ પણ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની સાથેની અંગત પળો સ્માર્ટ ટીવીને કારણે પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો


તંત્રની અનેક કામગીરી બાદ પણ શહેમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. ત્યારે હવે એએમસીનું હેલ્થ અને મેલેરિયા વિભાગ સક્રીય થયુ છે. જ્યાં વિવિધ ઝોનની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બાંધકામો સાઇટ, શૈક્ષણિક સંકુલો, સરકારી ઇમારતોમાં મચ્છરોના બ્રીડીંગ અંગે તપાસ કરાઇ રહી છે. નોંધનીય છે કે, જ્યાં પાણી ભરાઇ રહેતુ હોય તેવા સ્થળે મચ્છરો પોતાના ઇંડા મૂકે છે અને તે બાદ તેમાંથી લારવા અને વયસ્ક મચ્છરો પેદા થાય છે. જે મેલેરિયા, ચીકનગુનિયા અને ડેંન્ગ્યુ જેવા રોગ ફેલાવવા જવાબદાર હોય છે. જેથી તંત્ર દ્વારા આવા લારવાનો નાશ કરવા માટેની જુદી-જુદી પ્રક્રિયા હાથ ધરાતી હોય છે તેવું એએમસીના ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.અરવિંદ પટેલે જણાવ્યું. 


સુરત : BRTSની ટક્કરે 8 વર્ષની બાળકીનું મોત, રોષે ભરાયેલા લોકોએ અનેક બસો અટકાવી


Photos : ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે ઈન્ડિયન ક્રિકેટર્સની આ તસવીરો શેમાંથી બની છે? 


હાલતો એએમસી હેલ્થ વિભાગે જે સક્રીયતા બતાવી છે તે આવકાર્ય છે. પરંતુ આ સક્રિયતા ફક્ત ગણતરીના દિવસો માટે નહી પરંતુ કાયમી ધોરણે ચાલુ રહે તે જરૂરી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :