જલ્દી જ કામે પરત ફરશે વિજય નહેરા, કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
અમદાવાદ (Ahmedabad) નાં તત્કાલિન કમિશ્નર વિજય નેહરા કોરોના પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાનાં કારણે બે અઠવાડિયા માટે હોમ ક્વોરન્ટાઇન થવાની જાહેરાત કરાઈ હતી. જોકે, હવે વિજય નહેરાના સ્વાસ્થય મામલે પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. AMC કમિશનર વિજય નેહરા (Vijay Nehra)નો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. થોડા સમયમાં વિજય નેહરા ફરીથી કામ પર પરત ફરશે. રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતિ ખુદ વિજય નહેરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિજય નેહરાનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) નાં તત્કાલિન કમિશ્નર વિજય નેહરા કોરોના પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાનાં કારણે બે અઠવાડિયા માટે હોમ ક્વોરન્ટાઇન થવાની જાહેરાત કરાઈ હતી. જોકે, હવે વિજય નહેરાના સ્વાસ્થય મામલે પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. AMC કમિશનર વિજય નેહરા (Vijay Nehra)નો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. થોડા સમયમાં વિજય નેહરા ફરીથી કામ પર પરત ફરશે. રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતિ ખુદ વિજય નહેરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિજય નેહરાનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ ચેરમેન અને સીઇઓ મુકેશ કુમારને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદના દરેક ઝોનમાં કોરોના કેટલો પ્રસર્યો, ZEE 24 કલાક પાસેથી જાણો આંકડા
[[{"fid":"263272","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"fa35af16-b5fd-42b9-8014-c9b.gif","field_file_image_title_text[und][0][value]":"fa35af16-b5fd-42b9-8014-c9b.gif"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"fa35af16-b5fd-42b9-8014-c9b.gif","field_file_image_title_text[und][0][value]":"fa35af16-b5fd-42b9-8014-c9b.gif"}},"link_text":false,"attributes":{"alt":"fa35af16-b5fd-42b9-8014-c9b.gif","title":"fa35af16-b5fd-42b9-8014-c9b.gif","class":"media-element file-default","data-delta":"1"}}]]
તો બીજી તરફ, અમદાવાદમા વધુ એક કોર્પોરેટરનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મણિનગર વોર્ડના કોર્પોરેટર રમેશભાઇ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ તેમના માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. તેમના પત્ની પણ હાલ શહેરની એસવીપીમા કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રમેશ પટેલ લોકડાઉન બાદ પોતાના વોર્ડના નાગરિકો માટે સતત સેવામાં રહ્યા હતા. ઉકાળા ડિસ્ટ્રીબ્યુશન, તમામ સોસાયટીઓમા સેનેટાઈઝની સાથે પરપ્રાંતિયોને વતન મોકલવાની સતત પવૃત્તિઓમાં કાર્યરત રહ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહની તબિયતના ફેક ન્યૂઝ ફેલાવનાર ગુજરાતમાંથી પકડાયા
આજે અમદાવાદના સમરસ કોવિડ કેર સેન્ટરમાંથી મોટી સખ્યામાં દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, આ તમામ દર્દીઓને 14 દિવસ સુધી હોમ ક્વોરોન્ટાઈનમાં રહેવું પડશે. અત્યાર સુધી કુલ 300થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓને ડિસ્ચાર્જ અપાયા છે. રાજ્ય સરકાર દ્વારા આજે ડિસ્ચાર્જની નવી પોલિસી બનાવાઈ છે. દસ દિવસમાં કોઇ લક્ષણ ન હોય તો કોઈપણ જાતના ટેસ્ટ વગર તેમને ડિસ્ચાર્જ કરી શકાશે.