Gujarat Congress ગૌરવ પટેલ/અમદાવાદ : કોંગ્રેસમાં અંદરખાને ચાલતો કકળાટ હંમેશા સપાટી પર આવી જાય છે, અને પછી આ વિવાદ પૂરો થવાનું નામ નથી લેતો. અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતાને લઈ વિરોધનો વંટોળ ઉભો થયો છે. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણને બદલવાની માંગ ઉઠી છે. ગઈકાલે જ વિપક્ષ નેતાની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે કોંગ્રેસ કોર્પોરેટરો વિરોધ લઈને પ્રમુખ જગદીશ ઠાકોર પાસે પહોંચ્યા છે, અને વિપક્ષ નેતા બદલવા માંગ કરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 સિનિયર કોર્પોરેટરમાંથી એકને વિપક્ષ નેતા બનાવવા માંગ
AMCના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની એક વર્ષની ટર્મ આવતીકાલે એટલે કે 11 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહી છે. જેને લઈ હવે અમદાવાદ વિપક્ષ નેતા બદલવા માગ ઊભી થઈ છે. આ તરફ કોંગ્રેસના કોર્પોરેટરોની એક ખાનગી બેઠક પણ મળી હોવાનું સામે આવ્યું છે. AMCમાં વિપક્ષના નેતાઓનો કોંગ્રેસમાં વિરોધનો મામલો લઈને કોંગ્રેસ કોર્પોરેટર પ્રદેશ પ્રમુખ પાસે પહોંચ્યા છે. જગદીશ ઠાકોરને કોંગ્રેસના કોર્પોરેટરોએ ફરિયાદ કરી કે, વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણને બદલવામાં આવે. રજૂઆત કરવા કમળા ચાવડા, રાજશ્રી કેસરી સહિતના કોર્પોરેટર પહોંચ્યા હતા અને 10 સિનિયર કોર્પોરેટરમાંથી એકને વિપક્ષ નેતા બનાવવાની માગ કરી છે. 


શહેજાદ ખાન પઠાણનો વિરોધ
ગત 2021 વર્ષે યોજાયેલી ચૂંટણી બાદ વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ પઠાણની જાહેરાત કરાઈ હતી. તે સમયે પણ શહેજાદ પઠાણનો વિરોધનો સૂર ઉઠ્યો હતો. જેા બાદ નક્કી કરાયું કે, 1-1 વર્ષ માટે કોઈપણ કોર્પોરેટરને વિપક્ષના નેતા તરીકે તક આપવામાં આવશે. હવે જ્યારે શહેજાદ પઠાણની ટર્મ પૂરી થાય છે ત્યારે તેમને રિપીટ કરવા અન્ય કોર્પોરેટરો માંગતા નથી. 


આ પણ વાંચો : Amul માં ખરો ખેલ હવે શરૂ થશે : ચેરમેન પદ માટે બે દિગ્ગજોનું નામ રેસમાંથી આપોઆપ બહાર


કોણ બનશે નવા નેતા
અન્ય નેતાઓએ શહેજાદ પઠાણને હટાવી અન્ય કોર્પોરેટરને વિરોધ પક્ષના નેતા બનાવવા કમર કસી છે. આ માટે નારાજ કોર્પોરેટરોએ એક ગુપ્ત બેઠક યોજી હતી. જેમાં રાજશ્રી કેસરી, નીરવ બક્ષી, હાજી મિર્ઝા, ઇકબાલ શેખ, કમળાબેન ચાવડા, કામિની બેન, ઝુલ્ફી માધુરી બેન કલાપી અને તાલીમ તિર્મિઝી સહિતના કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ત્યારે હવે આ મામલો જ્યારે જગદીશ ઠાકોર પાસે પહોંચ્યો છે ત્યારે કોણ નવા વિપક્ષના નેતા બનશે તે જોવું રહ્યું. 


કોંગ્રેસ વિધાનસભામાં પણ વિપક્ષ નેતા નક્કી કરી શક્યું નથી 
Gujarat Congress : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કારમો પરાજયનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં માત્ર ૧૭ ધારાસભ્યો ચૂંટાયા હોવા છતાંય કોંગ્રેસ વિપક્ષી નેતાનું નામ નક્કી કરી શકી નથી. આ જ દર્શાવે છે કે, કોંગ્રેસમાં નિર્ણયશક્તિનો ભારોભાર અભાવ અને જબદરસ્ત જૂથવાદ ચાલી રહ્યો છે. 17 જણા ભેગા મળીને એક વ્યક્તિનું નામ નક્કી કરી શક્યા નથી. નિયમાનુસાર તા.૧૯મી સુધીમાં નામ જાહેર નહી કરાય તો કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષપદ પણ ગુમાવવુ પડશે. મામલો એવો ગૂંચવાયો છે કે કોંગ્રેસીઓએ છેક દિલ્હી સુધી છેડા અડાડ્યા છે. જગદીશ ઠાકોરની ટીમ આ મામલો ઉકેલી શકી નથી.  આમ આ કોંગ્રેસ માટે શરમજનક બાબત છે કે માત્ર ૧૭ ધારાસભ્યોનુ સંખ્યાબળ છતાં કોંગ્રેસ વિપક્ષી નેતાનું નામ નક્કી કરી શકી નથી. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનું ખુબ જ નબળું પ્રદર્શન રહ્યું છે. 2002 થી સતત સીટો જીતતી કોંગ્રેસ માટે હાલમાં આ જીતનો આંકડો શરમજનક છે. ભાજપે બધાય રેકર્ડ તોડી ૧૫૬ બેઠકો પર વિજય હાંસલ કર્યો છે. કોંગ્રેસનો એટલી હદે સફાયો થયો છેકે, વિધાનસભા વિપક્ષપદ માટે જરૂરી ૧૯ બેઠકો પણ મેળવી નથી. માત્ર ૧૭ ધારાસભ્યોનું સંખ્યાબળ હોવા છતાંય કોંગ્રેસ હજુ વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી કરી શકી નથી.


આ પણ વાંચો : નીતિન પટેલનું કદ મપાશે : નીતિન પટેલની પણ ભાજપ કેટલી કદર કરે છે એ આ ચૂંટણી સાબિત કરશે


હવે તો નામ આપો... 
સૌથી મોટી બાબત તો એ છે કે, ગુજરાત વિધાનસભા સચિવાલયે કોંગ્રેસને તાકીદ કરી છે કે, તેઓ વિધાનસભા વિપક્ષપદના નેતાનું નામ મોકલી આપે. હવે તા.૧૯મી જાન્યુઆરી સુધી વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગી કરવી પડશે. જો આ સમયમર્યાદામાં નામ જાહેર નહી કરાય તો કોંગ્રેસને વિધાનસભા વિપક્ષપદ પણ ગુમાવવુ પડશે. વિધાનસભાની તાકીદને પગલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હાઇકમાન્ડને આ મામલે જાણ કરી છે. જેને પગલે હવે દિલ્હીથી કયું નામ ફાઈનલ થાય છે એ પર કોંગ્રેસીઓ મીટ માંડીને બેઠા છે. લોકલ ગુજરાતનું સંગઠન તો નામ ફાીનલ કરી શક્યું નથી. અર્જુન મોઢવાડિયાએ વિપક્ષી નેતા બનવાના અનિચ્છા દર્શાવી છે. આ તરફ, સિનિયોરીટીને જોતા શૈલેષ પરમારનું નામ ટોપ પર ચાલી રહ્યું છે. વિપક્ષી નેતાની રેસમાં સી.જે.ચાવડાનુ નામ પણ ચર્ચામાં છે. વિપક્ષના નેતા બની કાર, બંગલો લેવા કોંગ્રેસમાં ય આંતરિક ખેંચતાણ જામી છે. જેને પગલે હવે દિલ્હી હાઈકમાન જાહેર કરશે એ વિરોધપક્ષમાં વિપક્ષી નેતા બની શકે છે. જેને સૌ ધારાસભ્યો ટેકો જાહેર કરશે.


આ પણ વાંચો : અમૂલ ફેડરેશનના ચેરમેન પદ માટે મહેસાણા હોટ ફેવરિટ, ચૂંટણી પહેલાં રસાકસી રહેશે