અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની તમામ શાળાઓમાં માયફેર કાર્ડ ટૂંક સમયમાં તમામ શિક્ષકો તથા સ્કુલ બોર્ડના કર્મચારીઓને આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેની મદદથી 3700 શિક્ષકો અને 100 જેટલા સ્કુલ બોર્ડના અન્ય કર્મચારીઓની શાળાકીય ગતિવિધિઓ પર સીધી નજર રાખવામાં આવશે. દેશમાં પ્રથમવાર શિક્ષકોને આ પ્રકારનું કાર્ડ આપવામાં આવી રહ્યા હોવાનું સ્કુલ બોર્ડ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    અમદાવાદ મ્યુનીસીપલ સ્કુલ બોર્ડ શિક્ષકો પર રાખશે બાજનજર

  • ખોટી હાજરી પૂરતા શિક્ષકો પર લગામ કસવાનો કરશે વધુ એક પ્રયાસ

  • માયાફેર નામનું આઈડી કાર્ડ શિક્ષકોને આપવામાં આવશે

  • 3700 શિક્ષકો અને 100 સ્કુલ બોર્ડના કર્મચારીઓને આપવામાં આવશે કાર્ડ

  • 200 રૂપિયાની કિમતનું એક આઈડી કાર્ડ શિક્ષકોને આપવામાં આવશે

  • સપ્ટેમ્બર મહિનાથી શિક્ષકોની હાજરી માયફેર કાર્ડ મુજબ પુરાશે


ચોમાસાનું આગમન થતા નર્મદાનો ઐતિહાસિક ‘ટકારા ધોધ’ થયો સક્રિય


મ્યુનીસીપલ સ્કુલોમાં ફરજ બજાવી રહેલા તમામ શિક્ષકોને સ્કુલ બોર્ડ દ્વારા આઈડી કાર્ડના બદલે માયફેર કાર્ડ ઓગસ્ટ મહિના અંત સુધીમાં આપવામાં આવશે જેની મદદથી ખોટી હાજરી પૂરી રહેલા શિક્ષકો પર બાજનજર રાખી શકાશે. માયફેર કાર્ડ સાથે શિક્ષક શાળાના ગેટમાં પ્રવેશે કે તરત જ તેની હાજરી ગેટ પર લાગેલા એક ડીવાઈઝની મદદથી સ્કેન થશે. માયફેર કાર્ડ જો શિક્ષકના ખિસ્સામાં હશે તો પણ ગેટ પર લાગેલુ ડીવાઈઝ તેને સ્કેન કરી લેશે જેની મદદથી શિક્ષક શાળામાં કેટલા વાગે પ્રવેશ્યો અને બહાર નીકળ્યો તેમજ દિવસમાં કેટલી વાર બહાર નીકળ્યો તેની તમામ માહિતીઓ સ્કુલ બોર્ડ સુધી પહોંચી શકશે.


સુરત: મુજલાવ ગામનો લો-લેવલ બ્રિજ પાણીમાં ડૂબ્યો, બાઇક પર સવાર 3 તણાયા


આ માયફેર કાર્ડમાં શિક્ષકનું નામ, જન્મ તારીખ, હોદ્દો, જોઈનીંગ અને નિવૃત્તિની તારીખ, બ્લડ ગ્રુપ, સરનામું અને કોન્ટેક્ટ નંબર જેવી માહિતી પણ ઉપલબ્ધ રહેશે. આ માયફેર કાર્ડની સાથે સાથે જ શિક્ષકોની મસ્ટરના માધ્યમથી તેમજ ઓનલાઈન પુરવામાં આવી રહેલી હાજરી રાબેતા મુજબ જ પુરાતી રહેશે.


 જુઓ LIVE TV :