સપના શર્મા/અમદાવાદ: ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં સારો એવો વધારો થયો છે. શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને  AMC એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાબરમતી નદીનું જળસ્તર વધતા આજે રાત્રે 9 વાગ્યાથી રિવરફ્રન્ટ વૉક વે બંધ કરાશે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. નદીનું જળસ્તર ઉતરે નહી ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા AMC દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ ચૂક્યો છે. હવે સાબરમતી રિવરફ્રન્ટનો નીચેનો વોક વે મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આજ રાતથી મુલાકાતીઓ માટે નીચેનો વોક વે બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી વરસાદ રહેશે ત્યાં સુધી વોક વે બંધ રાખવામાં આવશે. ઉપરના વોકવેની મુલાકાત લઇ શકાશે. જાણવા મળી રહ્યું છે કે ધરોઈ ડેમમાંથી અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેના કારણે સાબરમતી નદીમાં પાણી પહોંચશે. પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube