AMC Budget 2023 : ગુજરાતમાં એકબીજા પાછળ પકડ દાવ ચાલી રહ્યો તેમ આગલાને કહે તું દોડજે અને પાછલાને કહે કે પકડી લેજે. આમ અમદાવાદીઓ પર  શાસકોએ 600 કરોડનો બોજ વધારી દીધો પણ ભાજપે 300 કરોડનો ઘટાડી કરી અમદાવાદીઓને રાહત આપી એમ કહી વાહવાહી મેળવી લીધી પણ પાછલા બારણે 300 કરોડનો બોજ વધારી દીધો છે. મ્યુનિ. કમિશનરે સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટેના ડ્રાફ્ટ બજેટમાં 600 કરોડનું કરભારણ નાગરિકો ઉપર વધારી દીધું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ગત રોજ મ્યુનિ. શાસક ભાજપે મંજૂર કરેલાં બજેટમાં ખાસ કરીને રહેણાક અને કોમર્શિયલ મિલક્તના દરમાં પ્રતિ ચો.મી. દીઠ અનુક્રમે રૂ. 4 અને 6નો વધારો માન્ય રાખ્યો છે. એટલે કે ૨હેણાકના દરમાં કમિશનરે સૂચવેલાં ૨૩ રૂપિયાની જગ્યાએ ૨૦ રૂપિયા અને કોમર્શિયલનાના દરમાં ૩૭ રૂપિયાની જગ્યાએ ૩૪ રૂપિયા ગણવા મંજૂરી આપી છે. આમ, કમિશનરે સૂચવેલા ટેક્સના દરમાં ચો.મી.દીઠ ૩-૩ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કમિશનરે જે શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાને બદલે પોતાના વાહનોનો ઉપયોગ કરી વાયુ પ્રદૂષણમાં વધારો કરે છે. જને ધ્યાને લઇ સૌપ્રથમવાર દરેક મિલક્તના ચો.મી. દીઠ પર્યાવરણ સુધારણા ચાર્જ થતો રહેશે. વસૂલ કરવાની જાહેરાત કરી હતી, તેમાં શાસક ભાજપે - નજીવો ધટાડો કર્યો છે, પરંતુ પર્યાવરણ સુધારણા ચાર્જમાં ગરીબ વર્ગ અને નિમ્ન મધ્યમવર્ગના નાના મકાનો પ્રમાણે નહિવત્ ચાર્જ યથાવત રખાયો છે, જ્યારે ૨૫થી ૫૦ અને ૫૦થી ૧૦૦ ચો.મી.ના મકાનમાં રહેનારા ઉપરના ચાર્જમાં કોઈ ઘટાડો કરાયો નથી. 


આ પણ વાંચો : 


બલ્લે બલ્લે... દેશના TOP-10 શિક્ષિત શહેરોમાં ગુજરાતના 2 શહેરો સામેલ, એડમિશન મળ્યુ તો


BIG BREAKING : ગુજરાત સરકારે આપી મોટી રાહત, આ તારીખ પહેલાં નહીં થાય નવી જંત્રીનો અમલ


આમ એકંદરે મ્યુનિ.કમિશનરે શહેરીજનો ઉપર ૬૦૦ કરોડથી વધુનો કરબોજ લાદ્યો હતો, તેમાં શાસક ભાજપે 3૦૦ કરોડનો વધારો માન્ય રાખ્યો છે. જોકે ભાજપના સત્તાધિશો પ્રોપર્ટી ટેક્સ, પર્યાવરણ સુધારણા ચાર્જના 300 કરોડ વ્યાજમાફી, એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ, નવા વિસ્તારોને ટેક્સમાં રાહત મળીને 2600 કરોડની રાહત આપ્યાનો દાવો કરી રહ્યાં છે.


પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમમાં મોટા અપડેટ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મુકેલા ટેક્સ વધારામાં શહેરીજનોને મોટી રાહત અપાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા દરોમાં ઘટાડો કરાયો છે. રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટરના 23 રૂપિયા કરાયા હતા જે 20 કરાયા છે. કોમર્શિયલ મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટરે 37 રૂપિયા કરાયા હતા જે 34 કરાયા છે. આ સાથે  પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમ માટે 10 ટકાના બદલે 12 ટકા રાહત કરાઈ છે. આ સાથે જે લોકો નિયમતિ ઓનલાઈ ટેક્સ ભરે છે તેમને 13 ટકા રિબેટ આપવામાં આવશે. 


આ પણ વાંચો : 


દિવ્યાંગ દંપતીનો અનોખો સેવાયજ્ઞ : અનેક દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવ્યા


અમદાવાદના બજેટનું ખાસ 
કમિશનરે સૂચવેલા વાર્ષિક 5 ટકા લેટિંગ ચાર્જને ઘટાડી 2 ટકા કરાયા
ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન યુઝર ચાર્જમાં કમિશનરે કરેલો વધારો ગ્રાહ્ય ન રખાયો
કમિશનરે ઝીંકેલા 550 કરોડના ટેક્સ માંથી શહેરીજનોને મળી 250 કરોડની મળી રાહત, 300 કરોડનો બોજો યથાવત 
પ્રોપર્ટી ટેક્સ રિબેટ સ્કીમ માટે 10 ટકાના બદલે 12 ટકા રાહત કરાઈ 
કૉરપોરેટર, વિવિધ કમિટી ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ગ્રાન્ટમાં વધારો કરાયો
કોર્પોરેટરની 30 લાખની ગ્રાન્ટ માં રૂ 10 લાખનો વધારો કરાયો 
કમિટી ચેરમેનની ગ્રાન્ટમાં 10 લાખનો વધારો 
ડેપ્યુટી ચેરમેનની ગ્રાન્ટમાં 5 લાખનો વધારો 
તમામ ઝોન પ્રમાણે યોગા સેન્ટર બનાવામાં આવશે
મલેરીયા ખાતાને આધુનિક બનાવવા 700 મોબાઈલ ફોન અને 300 ટેબ્લેટ આપવામાં આવશે


આ પણ વાંચો : ગાઢ થયેલા રક્તને પાતળુ બનાવશે આ દેશી ચટણી, જિંદગીમાં ક્યારેય હાર્ટએટેક નહિ આવે