AMC : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંકલનનો અભાવ, જુઓ વરવુ ઉદાહરણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ તંત્ર વચ્ચે સંકલનનો કેટલો મોટો અભાવ છે તેનુ વરવુ ઉદાહરણ અખબારનગર વિસ્તારમાં સામે આવ્યુ છે. જ્યાં એએમસીના પશ્ચિમ ઝોન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકર ઉપર થર્મોપ્લાસ્ટિક કલરથી સફેદ પટ્ટા દોરવામાં આવ્યા. અને તેના બે દિવસમાં એએમસીના જ પ્રોજેક્ટ વિભાગ દ્વારા તેના ઉપર માઇક્રો સરફેસ વર્ક કરીને તે પટ્ટા મીટાવી દેવામાં આવ્યા.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ તંત્ર વચ્ચે સંકલનનો કેટલો મોટો અભાવ છે તેનુ વરવુ ઉદાહરણ અખબારનગર વિસ્તારમાં સામે આવ્યુ છે. જ્યાં એએમસીના પશ્ચિમ ઝોન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકર ઉપર થર્મોપ્લાસ્ટિક કલરથી સફેદ પટ્ટા દોરવામાં આવ્યા. અને તેના બે દિવસમાં એએમસીના જ પ્રોજેક્ટ વિભાગ દ્વારા તેના ઉપર માઇક્રો સરફેસ વર્ક કરીને તે પટ્ટા મીટાવી દેવામાં આવ્યા.
ખુશ થઈને ભાવનગરના આ ઉદ્યોગપતિએ હૈદરાબાદ પોલીસને આપ્યું 1 લાખનું ઈનામ
નોંધનીય છે કે, ચોમાસામાં આ જ સ્થળે રોડ તૂટી ગયો હોવાથી ગણતરીના સમય પર રોડ રીસર્ફેસ પણ કરાયો હતો. જેથી ટ્રાફિક માટેના તમામ પટ્ટા ભૂંસાઇ ગયા હતા. હાલમાં ચાર દિવસ પહેલા જ વાહનચાલકોને સ્પીડ બ્રેકર જોવાય તે માટે પશ્ચિમ ઝોન ઇજનેર વિભાગ દ્વારા થર્મો પ્લાસ્ટીક સફેદ કલરથી તે પટ્ટા પુનઃ દોરવામાં આવ્યા હતા. પરંતુ હજી તો આ પટ્ટા દોર્યાને બે જ દિવસ થયા હતા ત્યાં જ, રીસર્ફેસ કરાયેલા રોડ પર પ્રોજેક્ટ વિભાગે માઇક્રો સર્ફેસ કરી દીધુ.
વડોદરાની MSUની વિદ્યાર્થીનીઓ પોતાની સુરક્ષા માટે પાસે રાખવા લાગી ચમચી-કાતર-ચપ્પુ
આમ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના આંતરિક સંકલનના અભાવે મશીનરી અને શહેરીજનોના કરવેરાના નાણાંનો મોટો વ્યય થતો જોવા મળ્યો. આ મામલે ઝી 24 કલાકે સોશ્યલ મીડિયા પર અહેવાલ પ્રસિધ્ધ કરતા પ્રોજેક્ટ વિભાગના એડિશનલ સિટી ઇજનેર હિતેશ કોન્ટ્રાક્ટરે ટેલિફોનીક વાતચીતમાં તંત્રની આ બેદરાકારીનો લુલો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો દરેક નાગરિક ટેક્સ ભરે છે અને સામે સરકાર તરફથી તેને સારી સુવિધા મળે તેવી અપેક્ષા રાખે છે. પરંતુ સરકારી તિજોરીના રૂપિયાનું વ્યવસ્થિત મેનેજમેન્ટ થતુ નથી, અને રૂપિયાને પાણીની જેમ વહાવવામાં આવે છે. ટેક્સ ભરવા છતાં નાગરિકો ખાડાવાળા રોડ પર ચાલવા મજબૂર બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube