હાઈકોર્ટની ફટકાર બાદ AMCની કાર્યવાહી, રાજપથ ક્લબને કર્યું સીલ
અમદાવાદઃ મહાનગરપાલિકાએ ટ્રાફિકને લઈને મોટી કાર્યવાહી કરતા શહેરના નામાંકિત રાજપથ ક્લબને સીલ કર્યું છે. રાજપથ ક્લબ બહાર રોડ પર થતા આડેધડ પાર્કિંગના કારણે કોર્પોરેશને લાલ આંખ કરી છે અને રાજપથ ક્લબને સીલ મારી દીધું છે. શહેરના પોશ વિસ્તાર એવા એસજી હાઈવે પર આવેલા રાજપથ ક્લબને પાર્કિંગને લઈને સીલ મારી દેવાયું છે. મહત્વનું છે કે હાઈકોર્ટે ટ્રાફિકના મુદ્દે કોર્પોરેશનનો ઉધડો લીધો હતો અને ટ્રાફિક મુદ્દે ટકોર કરી હતી જેથી કોર્પોરેશને કાર્યવાહી કરીને રાજપથ ક્લબને સીલ કર્યું છે.