જાવેદ સૈયદ/અમદાવાદ: સામાન્ય રીતે રવિવારના દિવસે અમદાવાદીઓ હરવા ફરવા નિકળતા હોય છે. ત્યારે સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે ખુલ્લા મુકવામાં આવેલા ફ્લાવરશોમાં અમદાવાદીઓએ પડાપડી કરી હતી. અને મોટી સંથ્યામાં લોકોનો જમાવડો આવી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંજ પડતા જ પોલીસ અને પ્રશાસને રિવેરફ્રન્ટના આશ્રમ રોડથી અને એલીસબ્રીજના રિવેર ફ્રન્ટની એન્ટ્રી બંધ કરી દેવાની ફરજ પડી હતી. મહત્વનું છે, કે મોટી સંખ્યામાં લોકોએ વાહનો લઈને અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. રાત પડતા જ લોકોની ભીડ જોઇને ફલાવર શો ના તમામા ગેટ અને ટીકીટ બારીઓ પણ બંધ કરવામાં આવી હતી.


 


ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પહોંચ્યા કરમસદ, સરદાર સાહેબના ઘરની લીધી મુલાકાત

આ સિવાય લોકોનો મોટી સંખ્યા જમાવડો થવાને કારણે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ ફલાવર શો ૨૨ જાન્યુઆરીસુધી લંબાવામાં આવ્યો છે. માટે હવે અમદાવાદીઓ આગામી 22 જાન્યુઆરી સુધી લોકોને રીવરફ્રન્ટ પર આયોજીત ફ્લાવર શોની મોજ માણી શકશે.