ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં ગંદકી કરનારાઓને ચેતી જવાની જરૂર છે કેમ કે હવે ગંદકી કરનારાઓનો પકડવા માટે AMCએ સ્પેશિયલ સ્કવોર્ડની રચના કરી છે. તમામ સાત ઝોનમાં સ્પેશિયલ સ્વચ્છતા સ્કવોર્ડ તહેનાત રહેશે. પોલીસની જેમ જ આ સ્કવોર્ડ સતત પેટ્રોલિંગ કરશે અને ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી કરશે. સ્પેશિયલ સ્કવોર્ડમાં અલગ અલગ વિભાગના અધિકારો સામેલ હશે. સ્પેશિયલ સ્કવોર્ડ માટે વાહનની પણ વ્યવસ્થા કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ સાત ઝોનમાં સ્પેશિયલ સ્વ્ચ્છતા સ્કોર્ડ તૈનાત
હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ગંદકી કરનારાઓને પકડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ સ્કોર્ડની રચના કરવામાં આવી છે. અમદાવાદના તમામ સાત ઝોનમાં સ્પેશિયલ સ્વ્ચ્છતા સ્કોર્ડ તૈનાત કરાશે. તેઓ પોલીસની જેમ સ્પેશિયલ સ્વચ્છતા સ્કોર્ડ સતત પેટ્રોલિંગ કરશે અને ગંદકી કરનારાઓ સામે કડકાઈથી પગલાં લેવાશે. સ્પેશિયલ સ્કોર્ડમાં અલગ અલગ વિભાગના અધિકારો શામેલ હશે. સ્પેશિયલ સ્કોર્ડ માટે સ્પેશિયલ વાહનની વ્યવસ્થા કરાઇ છે. અગાઉ આજ મુજબ જોઈન્ટ એનફોર્સમેન્ટ ટીમ બનાવાઈ હતી. હવે વાહનો બદલી એ જ કામગીરી કરાશે.


જાહેરમાં કચરો ફેંકતા શહેરીજનો ચેતી જજો
નોંધનીય છે કે, અગાઉ અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી હતી. જેમાં અમદાવાદની સોસાયટીની બહાર કચરો હોય તો 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવાની વાત હતી. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ હતી. અમદાવાદ જાહેરમાં કચરો ફેંકતા શહેરીજનો ચેતી જજો. કેમ કે, ગંદકી ફેલવાતી સોસાયટીઓ પર AMCની નજર છે. ગંદકી કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. શહેરમાં રોજના 20 લાખ ચાના કપ કચરામાં ઠલવાય છે, તેથી પ્લાસ્ટિકના આ કપ સામે મોટી ઝુંબેશ હાથ ધરાઈ હતી. સાથે જ પ્લાસ્ટિકની થેલી સામે પણ પગલા લેવાયા હતા. જો અમદાવાદીઓ આ મામલે ગંભીર નહિ બને તો તેમનું આવી બનશે. એએમસી દ્વારા દંડાત્મક પગલા લેવામાં આવનાર છે.