અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ શહેરમાં સતત વકરી રહેલી સ્થિતિ વચ્ચે અમદાવાદ પાલિકા અનેક નિર્ણયો લઈ રહ્યું છે. કોરોના બેડ વધારવાથી લઈને કોરોના ટેસ્ટ મામલે હવે એક મોટા અપડેટ સામે આવ્યા છે. અમદાવાદ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં RTPCR ટેસ્ટ વધારવા અનોખી પહેલ કરાઈ છે. આજે સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડ ખાતે RTPCR ટેસ્ટ ડ્રાઈવ શરા કરવામાં આવનાર છે. AMC અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી સાથે મળીને લોકોના ટેસ્ટિંગ કરાશે. જેમાં લોકો પોતાના વાહનમાં બેસીને પણ RTPCR ટેસ્ટ કરાવી શકાશે. એટલુ જ નહિ, આ ટેસ્ટના રિપોર્ટ 24 થી 35 કલાકમાં મેઈલ કે વોટ્સઅપથી મળી શકશે.


તો બીજી તરફ, અમદાવાદમાં કોરોના બેડ મામલે amc એ બીજો એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં ફરી એકવાર amc ક્વોટા સિસ્ટમ શરૂ થશે. જેમાં એમઓયુ (Mou) કરેલી હોસ્પિટલમાં 2 થી 20 ટકા બેડ મળી શકશે. જેમાં એએમસી ક્વોટા માટે રિઝર્વ રહેશે. જોકે, તેમાં ખાસ વાત એ છે કે આ બેડમાં 108 સેવા દ્વારા લવાયેલા દર્દીઓને જ માન્ય ગણાશે. 


કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા એપીએમસી અમદાવાદે પણ એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ શુક્રવાર સાંજે આઠ વાગ્યાથી રવિવાર સાંજે આઠ વાગ્યા સુધી જમાલપુર માર્કેટ બંધ રહેશે. એપીએમસી વાસણા માર્કેટ પણ શનિવાર અને રવિવાર બંધ રહેશે. કોરોનાના સંક્રમણની ચેન તોડવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 


શહેરમાં કોરોના કેસમાં અતિ મોટો ઉછાળો નોંધાયો છે. નવા માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો જોવા મળ્યો છે. નવા 31 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ જાહેર કરાયા છે. અગાઉના 17 વિસ્તારો દૂર કરવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 407 પર પહોંચી ગઈ છે.