અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં વાહનો વાપરતા અન્ય શહેરના લોકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) ચિંતા ઉપજાવે એવી કામગીરી શરૂ કરી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) ના ટેક્સ વિભાગ (Text Department) દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત અમદાવાદ (Ahmedabad) ની આસપાસના વિસ્તારોમાં રહેતા હોય, પરંતુ અમદાવાદ શહેરના માર્ગોનો વપરાશ કરતા હોય એવા તમામને વાહનવેરો ભરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ (Ahmedabad Municipal Corporation) ના ટેક્સ વિભાગ દ્વારા 1500 લોકોને નોટીસ (Notice) ફટકારવામાં આવી છે. જેમાં તેઓએ પોતાના વાહનોનો આજીવન વેરો ભરી દેવા જણાવવામાં આવ્યુ છે. આ મામલો એટલે અત્યંત મહત્વનો બની ગયો છે, કારણ કે તેમાં વાહનવેરો ભરવા માટેનુ કારણ જ કઇંક એવુ જણાવવામાં આવ્યુ છે. 

Karni Sena ના અધ્યક્ષનું મોટું નિવેદન, જાણો કોને મુખ્યમંત્રી બનાવવાની કરી માંગ


એએમસી (AMC) દ્વારા જીપીએમસી એક્ટ મુજબ ફટકારવામાં આવેલી નોટીસમાં કહેવામાં આવ્યુ છે, કે અમદાવાદ (Ahmedabad) શહેરની આસપાસના વિસ્તારોમાં રહેતા વાહન માલીકો ધંધાર્થે અથવા અન્ય કારણોસર અમદાવાદ આવતા હોય અને અમદાવાદ શહેરની જાહેર સેવાઓનો ઉપયોગ કરતા હોય એવા દરેક નાગરીકોએ પોતે વાપરતા હોય એવા દરેક વાહનોનો આજીવન વેરો ભરવાનો થાય છે.

Online DL કઢાવવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો, નહીતર RTO ના બદલે ખાવા પડશે પોલીસ સ્ટેશનના ધક્કા


જીપીએમસી એક્ટના પ્રકરણ 11 ની કમલ 141(1) મુજબ એએમસી દ્વારા 1500 લોકોને આપવામાં આવેલી નોટીસ (Notice) બાદ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેમાં જો કોઇ વ્યક્તીના વાહનની નોંધણી અન્ય શહેર જિલ્લામાં થઇ હોય પરંતુ તેઓ અમદાવાદ કે આસપાસના વિસ્તારમાં રહીને અમદાવાદ કોર્પોરેશન હદમાં જાહેર સેવાઓનો ઉપયોગ કરતા હોય તો આવી દરેક વ્યક્તીના સર્વેનુ કામ એએમસી દ્વારા શરૂ કરાયુ છે. 

કોઇએ વિચાર્યું નહી હોય કે આવા જર્જરિત મકાનમાં ચાલતો હતો દેહવેપાર, મહિલા સહિત 5ની ધરપકડ


જે પૂર્ણ થયા બાદ તેઓને પણ પોતાના બાકી વાહનવેરા અંગની નોટીસ (Notice) મળી શકે છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલનુ કહેવુ છે કે આ પ્રકારની નોટીસ જીપીએમસી એક્ટ અને લીગત અભિપ્રાય બાદ જ આપવામાં આવી છે. જેનો અમલ કરવાનો રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube