અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદમાં દિનપ્રતિદિન ટ્રાફિક્સની સમસ્યા વધતી જાય છે. શહેરનો વ્યાપ અને વિકાસ પણ પહેલાં કરતા ઘણો વધ્યો છે. ત્યારે તંત્રએ પોતે પણ આ અંગે તકેદેરી રાખી અને આની વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. આવા સમયે શહેરીજનોને કોઈ હેરાનગતિ ન થાય તેનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. એવામાં પહેલાં ટ્રાફિક પોલીસથી હેરાન વાહન ચાલકો હવે વધુ હેરાન થશે. કારણકે, હવે મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ ખાતુ પણ વાહન ચાલકોની પાછળ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીને તમે ચોંકી જશો પણ અમદાવાદ મનપા દ્વારા આ પ્રકારની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ભેદભાવ ભરી કામગીરીને લઈને નવો વિવાદ ઉઠ્યો છે. ખોટી રીતે પાર્ક થતા વાહનોને લોક કરવાની amc ની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. કારણકે, અત્યાર સુધી આ કાર્યવાહી ટ્રાફિક પોલીસ જ કરતી હતી. હવે મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ amc ના 7 ઝોનમાં એસ્ટેટ ખાતા દ્વારા પણ ખોટી રીતે પાર્ક થતા વાહનો લોક કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.


amc કર્મચારીઓ દ્વારા ફક્ત એકલ દોકલ વાહનોને ને ટાર્ગેટ કરી લોક કરી દેવાતા હોવાથી વિવાદ સર્જાયો છે. બીજી તરફ અન્ય જાહેર માર્ગ પર સેંકડો વૈભવી ગાડીઓ ખડકીને ગાડી લે વેચનો ધંધો કરતા વેપારીઓ સામે કોઈ જ કાર્યવાહી નહીં. અમદાવાદના દર્પણ છ રસ્તા વિસ્તારમાં ઠેર ઠેર કાર વ્યાપારીઓ દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવ્યું હોવાનું પણ ઝી24કલાકમાં કેદ થયું છે.  ફૂટપાથ ઉપરાંત જાહેર માર્ગ ઉપર પણ સેંકડો વાહનો પાર્ક કરી જગ્યા રોકી દેવાઈ છે. સમગ્ર દર્પણ છ રસ્તા વિસ્તારમાં કાર ના વેપારીઓ દ્વારા ફૂટપાથ-જાહેર માર્ગનો ગેરકાયદે કબ્જો કરી લેવાયો  છે.


ઝી24કલાક પૂછે છે સવાલઃ


  • એકલ દોકલ વાહનોને લોક કરતા amc તંત્રને શા માટે આટલા વાહનો નથી જોવાતા?

  • કોના આશીર્વાદથી આ વેપારીઓ સામે એક્શન નથી લેવાતા? 

  • શું આ વ્યાપારીઓ સાથે amc તંત્ર ઝૂકી ગયું છે કે પછી કોઈ લેવડ દેવડ થઇ છે?

  • તંત્ર દ્વારા મોટામાથાઓ સામે કેમ નથી કરાતી કાર્યવાહી?


ઉલ્લેખનીય છેકે, ખુદ amc ની દાણાપીઠ ઓફિસ બહાર જ સેંકડો વાહનો ખોટી રીતે પાર્ક થયેલા જોઈ શકાય છે. amc ના દબાણ ખાતાના વાહનો દ્વારા જ દબાણ કરાઈ રહ્યું છે. સમગ્ર મામલે amc  ટાઉન પ્લાનિંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન બચાવની મુદ્રામાં આ બાબતે હજી શરૂઆત કરી છે, તમામ સામે કાર્યવાહી કરવાનું નિવેદન આપવામાં આવ્યું છે.