ઝી બ્યુરો/અમદાવાદ: આખરે અમદાવાદમાં રખડતાં ઢોર મામલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદી મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં થશે અતિભારે વરસાદ!કઇ કઇ તારીખે મેઘો ગુજરાતને કરશે તરબોળ?જાણો ઘાતક આગહી


આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા AMC  દ્વારા ઢોર અંકુશ પોલીસીને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે અગાઉ આ પોલિસીને મંજૂર કરાઈ ન હતી. આજે સુધારા વધારા સાથે ઢોર અંકુશ પોલિસીને મંજૂરી આપી દેવામાં આવી છે.


સરકારને ઝાટકી: દલિત ઉત્પીડનની રાજધાની બની રહ્યું છે ગુજરાત, જિજ્ઞેશ મેવાણી બગડ્યા


રખડતા ઢોરની નવી પોલિસી જાહેર


  • શહેરમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે બનેલી નવી પોલીસીને મંજૂરી આપવામાં આવી 

  • હાઇકોર્ટના આદેશ બાદ amc એ બનાવી નવી પોલીસી 

  • ઢોર ત્રાસ નિયત્રંણ માટે નવી પોલીસી 

  • ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે 

  • વ્યવસાયીક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે 

  • વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવાની રહેશે 

  • એએસમી પાસેથી લેવા પડશે પરમીટ અને લાયસન્સ 

  • લાયસન્સ અને પરમીટ માટે મુકાયો ચાર્જ , ત્રણ વર્ષ માટે રહેશે મુદત 

  • લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો દંડનીય કાર્યવાહી થશે 

  • ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 500 તથા પરમીટ રકમ માટે 250 રૂપિયા ભરવાના રહેશે 

  • દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રીન્યુઅલ માટે 200 ભરવાના રહેશે 

  • પાંજરાપોળ અને ગોશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવામા રહેશે , તેઓને ફી માંથી મુકતી મળશે 

  • પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત જો નહી લાગે તો પશુ દીઠ 100ચાર્જ 

  • ચાર મહિનામાં ટેગ અથવા RFID નહી તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે 

  • ઘાસ વેચાણ માટે પણ ફરજીયાત લાયસન્સ 

  • ઢોર દિઠ રૂપિયા 200 નું રજીસ્ટ્રશન કરવું પડશે 

  • પશુ દીઠ RFID અને પશુ માલિક તથા પશુ નોંધણી ફરજીયાત રહેશે 

  • શહેરમાં 96 હોટ સ્પોટ જાહેર કરાયા