મહેસાણા: કડીના આધેડની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે. મૃત અશોક અંબાલાલ પટેલ નોકરી દરમિયાન સ્ટોર બંધ કરી રહ્યા હતા તે જ સમયે અચાનક લૂંટારાઓ ત્રાટક્યા હતા. મૃતક કડીના વડુ ગામના વતની છે. છેલ્લા 8 વર્ષથી તેઓ અમેરિકામાં રહેતા હતા. હાલમાં જ તેમણે નવી નોકરી શરૂ કરી હતી. હેઝલ્ટન પોલીસે સીસીટીવીનાં આધારે પોલીસ ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: સ્ત્રીવેશમાં યુવક લેડીઝ પાર્લરમાં ઘુસી ગયો અને કહ્યું કામ શરૂ કરો અને પછી...

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઓરેન્જ અને રેડ નાઇક સ્વીટ શર્ટ પહેરેલો યુવક સ્ટોરમાં ઘુસ્યો હતો. તેણે હુમલો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. પેન્સિલવેનિયાના હેઝલ્ટનમાં વેસ્ટ બ્રોડ સ્ટ્રીટ પર આવેલા ક્રેગ્સ ફૂડ માર્ટમાંથી પોલીસ પર એક ફોન આવ્યો હતો અને તે મદદ માંગી રહ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી તે સ્ટોર ક્લાર્ક અશોક પટેલ (ઉ.વ 50) મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, એક વ્યક્તિ સ્ટોરમાં લૂંટના ઇરાદે ઘુસ્યો હતો. લૂંટનો કોઇ સાક્ષી રહે નહી તે માટે અશોક પટેલને ગોળી મારી હતી.


લવ જેહાદનો કાયદો તો લાવો જ પરંતુ સાથે આદિવાસી દીકરીઓનાં વેચાણને પણ અટકાવો: વસાવા

મહેસાણા જિલ્લાના કડીના વડુ ગામના રહેવાસી અશોક પટેલ નોકરી અર્થે અમેરિકા ગયા હતા. છેલ્લા 8 વર્ષથી તેઓ અમેરિકામાં જ સ્થાયી થયા હતા. સારી ઓફર મળતા તેમણે પેન્સિલવેનિયાના એક સ્ટોર પર નોકરીની શરૂઆત કરી હતી. તેઓ સ્ટોરમાં નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરી રહ્યા હતા. જો કે પોતાના જ ગામના એક વ્યક્તિની અમેરિકામાં હત્યા થતા સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. પરિવાર દ્વારા યુવકનો મૃતદેહ પરત લાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube