અમેરિકામાં રહેતા પાટીદાર પરિવારે શેર કરી જોરદાર માહિતી, એક મહિનાનો કરિયાણા-શાકભાજીનો ખર્ચ કેટલો થાય તે જણાવ્યું
Grocery Shopping In America : અમેરિકામાં શાકભાજી અને કરિયાણું શું ભાવે મળે છે... એક મહિનાનો કરિયાણાનો ખર્ચ કેટલો થાય છે... એક ગુજરાતી પરિવારે શેર કરી માહિતી
Study Abroad : ગુજરાતીઓ રહેવા માટે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં દોડ લગાવે છે. પરંતું આ દેશોમાં વસવાટ કરવો એટલો સહેલો નથી. કારણ કે, અહી ત્યાંની કરન્સીનો ઉપયોગ કરવાનો હોય છે. જો આવક થતી હોય તો ખર્ચ પણ થાય. એ ખર્ચ ડોલર, પાઉન્ડમાં કરવો પડે છે. તેમાં પણ હવે મોંઘવારી વધી રહી છે તેથી હવે આ દેશો પણ રહેવા માટે ખર્ચાળ લાગવા લાગ્યા છે. આવામાં એક ગુજરાતી પરિવારે અમેરિકા રહેવાનો મહિનાનો ખર્ચ કેટલો થાય તેની માહિતી આપી છે. તેઓએ અમેરિકામાં લાઈફસ્ટાઈલ મુજબ કેટલો ખર્ચ થાય છે તે જણાવ્યું છે.
જો તમારા મિત્ર કે નજીકના વ્યક્તિ અમેરિકા જવા માંગતુ હોય તો આ માહિતી હોવી જરૂરી છે કે તેમને અમેરિકામાં એક મહિનામાં રહેવા માટે કેટલો ખર્ચ કાઢવો પડશે. મોટાભાગના ગુજરાતીઓ ભણવા માટે જાય છે, તેથી તેમની પાસે આવકના સાધન ઓછા હોય છે. તેમજ તેમના સેવિંગ પણ નોકરિયાતની સરખામણીમાં ઓછા હોય છે. આવામાં તેઓને એક મહિનાનો કેટલો ખર્ચ થશે તે જાણી લેવું જરૂરી છે.
કેનેડામાં રોટલો-ઓટલો શોધવાનો ગુજરાતી વિદ્યાર્થીઓનો કડવો અનુભવ, શેરિંગ રૂમનો ખુલાસો
પટેલ પરિવારે જણાવ્યું કે, આપણા દેશમાં જે રીતે આખા વર્ષનું કેટલુક કરિયાણું ભરીને સાચવવામાં આવે છે તેવુ અમેરિકામાં કરવું સહેલુ નથી. કારણ કે, અહીંનુ હવામાન તેને માફક આવતુ નથી. તેથી દર મહિનાની ગ્રોસરી દર મહિને ખરીદવી પડે છે. આવી સ્થિતિમાં દર મહિને જરૂરિયાત મુજબ કઠોળ, તેલ, મસાલાની ખરીદી કરવી પડે છે.
શું અમેરિકામાં ભારતીય શાકભાજી મળે, તેવો સવાલ તમને થતો હશે. ત્યારે આ ગુજરાતી પરિવારે તેનો જવાબ આપતા જણાવ્યું કે, અમેરિકામાં અનેક વિસ્તારોમાં તમને સ્ટોર્સના માલિક ગુજરાતી મળી જશે. સાથે જ અહી ગુજરાતી વસ્તી વધારે હોવાથી અહી તમને ભારતીય શાકભાજી સરળતાથી મળી રહે છે. એટલુ જ નહિ, સીઝન મુજબ અહી ભારતીય ફળ પણ મળી રહે છે.
ગુજરાતી વિદ્યાર્થી કેનેડા જવાનું બંધ કરી દે તો ફાંફાં પડી જશે, નવા રિપોર્ટમાં ખુલાસો
એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે, જોકે, અમેરિકામાં અલગ-અલગ રીતે ટેક્સ લેવામાં આવે છે એટલે જે વસ્તુ તમને જે તે જગ્યા પર જે ભાવમાં મળી તેનો ભાવ અમુક અંતરે જતા ભાવ બદલાઈ પણ જતો હોય છે, એટલે કે જે વસ્તુની મૂળ કિંમત હોય તેના પર વધારાના શહેર પ્રમાણે પ્રમાણે ટેક્સ લાગતા હોય છે.
કઈ વસ્તુ માટે કેટલા રૂપિયા ચૂકવવાના થાય
- ભારતની જેમ અહીં પણ શાકભાજીના ભાવ બદલાતા રહેતા હોય છે, અહીં આદુનો ભાવ 1lb (પાઉન્ડ)નો ભાવ 1.89 ડોલર હોય તો ભારત પ્રમાણે તેની કિંમત દોઢસો રૂપિયાનું 500 ગ્રામ આદુ થશે.
- કેસર કેરીનું બોક્સ હોય જેમાં 18 કેરી હોય જેનો ભાવ 7 ડૉલર જેટલો હોય છે એટલે એક કેરી 30 રૂપિયાની આસપાસ મળી જતી હોય છે.
- અમુલનું 100 ગ્રામનું બટર 2.29 ડૉલરમાં મળે છે એટલે કે રૂપિયામાં વાત કરીએ તો તેની કિંમત 200 રૂપિયાની આસપાસ થાય છે.
પરિવારે જણાવ્યું કે, તમે એક મહિનાનો જરૂરિયાત મુજબનો સામાન ખરીદો તો તેનું બિલ 117 ડૉલર એટલે કે પોણા દસ હજારની આસપાસ થાય છે. સાથે જ તમને ગમતી ભારતીય બ્રાન્ડની વસ્તુઓ પણ મળી રહે છે.
આવી સ્થિતિ વચ્ચે કેનેડામાં પગ મૂકાય! બેગ લઈને ભટકી રહ્યાં છે ગુજરાતી વિદ્યાર્થીઓ