World tallest temple in Ahmedabad : ગુજરાતી પાટીદારો હવે વૈશ્વિક બની રહ્યાં છે. પાટીદારોનું ગુજરાતમાં પ્રભુત્વ સતત વધી રહ્યું છે. હવે પાટીદોરોનો દબદબો અમેરિકા અને કેનેડા સુધી છે. પાટીદાર એ ગુજરાતમાં આર્થિક રીતે પગભર છે. હાલમાં વિશ્વના સૌથી ઊંચા મંદિર બનાવવા માટે પાટીદાર સમાજે સંકલ્પ કર્યો છે. આ માટે  વિશ્વઉમિયાધામે ‘વસુધૈવ કુટુમ્બકમ’ને ચરિતાર્થ કર્યું ‘હું પણ પાયાનો પિલ્લર’ અભિયાનમાં  અત્યારસુધી ગુજરાતીઓ જ નહીં ૫૦ અમેરિકન અને કેનેડિયન પણ જોડાયા છે. આજે મા ઉમિયાનો મોટો મહોત્સવ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાગવત જ્ઞાનયજ્ઞના છઠ્ઠા દિવસે ૧૦૧ મહાનુભાવો ધર્મસ્તંભના યજમાન બન્યા હતા. આ આંકડો સતત વધી રહ્યો છે. મા ઉમિયા માટે પાટીદારો દીલ ખોલીને દાન આપી રહ્યાં છે. વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામના નિર્માણના સહયોગ હેતુથી ચાલી રહેલા ‘હું પણ પાયાનો પિલ્લર' અભિયાનમાં વિશ્વ ઉમિયા ધામના ધર્મસ્તંભનો લાભ પાટીદાર સહિત સમસ્ત મહાનુભાવોને મળવાનો છે. આ મંદિર ફક્ત પાટીદાર સમાજ પૂરતું નહીં પણ સર્વ સમાજ માટે પણ ઉદાહરણ રૂપ બનવાનું છે અને ગુજરાતનું ગૌરવ વધારશે. આ માટે આજ દીન સુધીમાં પાટીદાર સમાજ સહિત અન્ય ૧૦ સમાજના મહાનુભાવો ૧૧ લાખનું અનુદાન કરી ધર્મસ્તંભના યજમાન બન્યા છે. ત્યારે હવે ભારતીય મૂળના NRI સાથે સાથે અમેરિકન અને કેનેડિય લોકો પણ મંદિરના ધર્મસ્તંભના યજમાન બની રહ્યા છે.


આ પણ વાંચો : 


ગુજરાતના ડુંગળીના ખેડૂતોની સમસ્યા દૂર કરવા પંજાબના મુખ્યમંત્રી માનની મોટી જાહેરાત


આ તો કળજુગ છે કળજુગ... સુરેન્દ્રનગરમાં બાળકીના મૃતદેહ સાથે કરાયું દુષ્કર્મ


હાલમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહે છે.  છઠ્ઠા દિવસે પાટીદાર સહિત ભારતીય મૂળના ૧૦૧ NRI મહાનુભાવો ધર્મસ્તંભના યજમાન બન્યા છે તો આ સાથે ૨૫થી વધુ અમેરિકન અને ૨૫ કેનેડિયન મહાનુભાવો પણ વિશ્વ ઉમિયા ધામના ધર્મસ્તંભના યજમાન બન્યા છે. વિશ્વ ઉમિયા ધામ એ ‘વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવનાથી વિશ્વના દરેક સમાજને જોડવાનું કામ કરી રહ્યાં છે. આ મંદિર એક નવું ઉદાહરણ પુરૂ પાડશે. અમેરિકનો અને કેનેડિયનોને પણ આ બાબતનો ગર્વ છે કે વિશ્વના સૌથી ઉંચા જગજ જનની મા ઉમિયાના મંદિરમાં પાયાના પિલ્લર બનવાનું એમને સૌભાગ્ય મળ્યું છે. આ મંદિર બની રહેશે ત્યારે ગુજરાતનું સૌથી મોટુ ધાર્મિક સ્થાનની સાથે અજાયબી બનીને રહેશે.


આ પણ વાંચો : 


ફરી અમરેલીની ધરા ઘ્રૂજી, 3.3 તીવ્રતાનો ભૂકંપના આંચકો આવતા લોકો ઊંઘમાંથી ઉઠી દોડ્યા


ઉમેશ પાલ હત્યાકાંડમાં મોટો ઘટસ્ફોટ, પૂર્વ સાંસદ પર હત્યાનો વધુ એક આરોપ, UPમાં ફરિયાદ