ગૌરવ પટેલ /અમદવાદ: પરિવાર વિનાના કિશનને આજે અમેરિકાનો પરિવાર મળ્યો. અમદાવાદ કલેક્ટરે આજે કિશનને વિધિવત રીતે અમેરીકાના દંપતીને સોપ્યો પરિવારનું સુખ જેને જોયુ નથી એવા કિશનને હવે પરિવાર પણ મળશે અને અમેરિકાનું નાગરીત્વ પણ મેળવશે. ત્યારે કેવી રીતે બાળક અમેરિકાનું નાગરીત્વ મળશે અને કેવી રીતે પરિવાર મળ્યું જોઈએ. અમદાવાદનો વધુ એક બાળકને વિદેશનોં પરિવાર મળ્યો છે. ત્રણ વર્ષથી બાલ સુરક્ષા સંસ્થાના કિશનને અમેરિકા દંપતીએ દત્તક લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: હાથીજણમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં ભયાનક આગ, 10 ફાયર ફાઇટર ઘટનાસ્થળે


લાંબા સમયથી અમેરિકાના સાઉથ કેરેલીના નિવાસી જ્હોન કાસ્ટીલ અને ક્રિસ્ટન કાસ્ટીલે પોતાના માટે બાળકની શોધમાં હતા. તેમને ભારત સરકારની દત્તક વિધાન એજન્સી દ્વારા ઓનલાઇન પ્રકિયા દ્વારા દત્તક બાળક માટેની પ્રકિયા હાથ ધરી હતી. જેની સાથે કિશને દત્તક લેવા માટે દંપતીએ ભારત સરકારની દત્તક વિધાન ગાઇડલાઇન ૨૦૧૭ના પ્રકરણ૬ ની ૧૪ થી ૨૨ મુજબની પ્રક્રિયાઓ પુર્ણ કરતા આજે અમદાવાદ કલેકટરે કે.કે નિરાલા વિધિવત કિશનના પાસપોર્ટ સોંપીને ક્રિસ્ટલ દંપતીને સોંપીને દત્તક બાળકની પ્રકિયા પૂર્ણ કરાવી હતી. 


સુરત: અચાનક બંદુકો સાથે પોલીસે પાડ્યો દરોડો અને પછી...


કિશનને દત્તક લેનાર માતા પિતાએ કહ્યું કે તેઓ લાંબા સમયથી બાળકની ઉણપ હતી. તેઓ એક બાળક દત્તક લેવાનું સ્વપ્ન સેવતા હતા. જેના માટે ઓનલાઇન પરિકયા કરતા અમદાવાદનો પ્રતિસાદ મળ્યો હતો. તેમણે  ભારતમાં બાળકને દત્તક લેવા અંગે કહ્યું કે, ભારતના લોકો  પ્રેમાળને હોય છે. તેમન ભારતીય સંસ્કૃતિએ વિવિધતામાં એકતા ધરાવતો દેશ હોવાથી ભારતીય બાળકને દત્તક લેવાની ખેવના જાગી છે. આજે કિશન દત્તક લેતા અમારા પરિવારની ખોટ પણ પુરી થશે.


અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહેની હાજરીમાં બન્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ


અગાઉ પણ અમદાવાદના સેન્ટર પરથી વિદેશમાં બાળકો દત્તક લેવાયા છે. પરંતુ કિશનનો પરિવાર સાથ છૂટ્યો ત્યારે તેનો અંદાજ પણ નહીં હોય કે તેના પરિવાર નહિ મળે પરંતુ આજે કિશન અમેરિકા પરિવાર દત્તક લેતા નવી દિશા દ્રષ્ટિ સાથે નવું જીવન મળ્યાની ખેવના ચેહરા પર જોવા મળતી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube