અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજથી ગુજરાતમાં કરીશું યોગ ભગાવીશું રોગના સુત્ર સાથે જન જાગૃતિ અભિયાનનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ અભિયાન અંગે જણાવ્યું કે,  કોરોના સંક્રમણ કાળમાં કોરોનાની દવા હજી સુધી શોધાઇ નથી. સમગ્ર વિશ્વ રોગપ્રતિકારક શક્તિ વધારવા ભારતીય સંસ્કૃતિની અમુલ્ય ભેટ એવા યોગ પ્રાણાયામ તરફ વળ્યું છે. આ સંદર્ભમાં કોરોના સામેની લડાઇમાં યોગે ખુબ જ શક્તિશાળી અમોઘ શસ્ત્ર સાબિત થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુરના મહિલા સાંસદ અનામત મુદ્દે કોમેન્ટ કરીને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા

આયુષ મંત્રાલયે આ વર્ષે યોગ દિવસની થીમ યોગ એટ હોમ, યોગ વિથ ફેમીલી નક્કી કરી છે. ત્યારે સૌકોઇએ ઘરે રહીને સુરક્ષીત જગ્યાએ યોગ કરીને પોતાની સાથે સાથે પરિવારનાં સ્વાસ્થયને પણ મજબુત બનાવવું જોઇએ તેવી અપીલ સૌને મુખ્યમંત્રીએ કરી છે. મુખ્યમંત્રીના અનુસાર ભારતની આ મુડીને વડાપ્રધાન મોદીને સમગ્ર વિશ્વ ફલક પર પહોંચાડી છે. 


માથાભારે પુત્રવધુ: નિવૃત પોલીસ અધિકારીને છુટ્ટી ટોપલી મારીને માથુ ફાડી નાખ્યું આવ્યા 10 ટાંકા

ગુજરાતની સાડા 6 કરોડ જનતાએ મુખ્યમંત્રીને અપીલ કરતા જણાવ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં બધા જ ક્ષેત્રમાં આગળ છે. ગુજરાતીઓ ગમે તેવી મુસીબત હોય તેનો સામનો કરીને તેમાંથી ઝડપી બહાર નીકળીને ફરીથી ગતિમાન બને છે. આ કોરોનાની મહામારીમાંથી બહાર આવવા માટે યોગ ખુબ જ મહત્વપુર્ણ ભુમિકા ભજવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube