ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકોટ-પશ્વિમ વિધાનસભા બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે. પશ્વિમ બેઠકમાં વજુભાઇ વાળાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે. વજુભાઇ વાળાએ તેના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટની માંગણી કરતા ખળભળાટ મચ્યો છે. વજુભાઇ વાળાએ પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી પોતાના પીએને ટિકીટ મળે તેના માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ-પશ્વિમ બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ વચ્ચે વજુભાઈ વાળાએ એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તેજસ ભટ્ટી ભાજપના કાર્યકર, વિજય રૂપાણીને ટિકિટ મળશે તો તેમને પણ જિતાડીશું. વજુભાઈ વાળા પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી રજૂઆત કરવા પહોંચ્યા. જ્યાં વજુભાઈએ જણાવ્યું કે, દાવેદારો હોય પણ નામ નક્કી પાર્લામેન્ટ્રી બોર્ડ કરે છે. દરેક જ્ઞાતિના લોકોને ટિકિટ આપવી શક્ય નથી. પાર્ટી જેને ટિકિટ આપશે તેને જીતાડવાનો પ્રયાસ કરીશું. પરંતુ તેજસ ભટ્ટી પાર્ટીના કાર્યકર્તા છે. 


તેમણે વઘુમાં ઉમેર્યું હતું કે, દરેક કાર્યકરોને ઈચ્છા હોય છે કે હું લડીશ તો જીતી જઈશ. આથી દરેક લોકો ટિકિટ માંગતા હોય છે. આવી ખેંચતાણ ચાલ્યા કરે. જે કોઈ આવે તેમણે પાર્ટીમાં લેવા કે નહીં તે ગુજરાત રાજ્યનું બોર્ડ નક્કી કરે છે. તેમાં લેવાના હોય તેઓને લે છે. જો ભાઈ કોંગ્રેસમાંથી જે આવ્યા હોય તે પણ કાર્યકર્તાઓ છે. તેઓ પણ પાર્ટીના સભ્ય છે તેઓ પણ કાર્યકર્તા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube