ગાંધીનગર : કેન્દ્ર સરકારે વધારે એક ખેડૂત લક્ષી નિર્ણય લીધો હતો. ડી.એ.પી ખાતરની સબસીડીમાં રૂપિયા ૮૫૦નો વધારો કરાયો હતો. એટલે કે હવે ખાતર ખેડૂતોને 850 રૂપિયા સસ્તું મળશે. રાજ્યના ખેડૂતોને આનો સીધો જ લાભ મળશે. રાજ્યના ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં અઝીઝે એક પરણિતાને પ્રેમજાળમાં ફસાવી વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું અને...


કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોને સહાયરૂપ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા યુરીયા ખાતરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડી.એ.પી અને એન.પી.કે ખાતરના તેમજ તેના કાચામાલમાં  છેલ્લા કેટલાક સમયમાં ઘણો વધારો થયેલ છે. જેના પરિણામે ખાતરની પડતર કિંમતમાં ખુબ વધારો થવા પામ્યો હતો. 


કચ્છ બન્યું છે ડ્રગ્સ માટેનું સ્વર્ગ, 9 પાકિસ્તાનીઓએ પુછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા


આ ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો ઉપર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા ડી.એ.પી. ખાતરમાં હાલ મળતી સબસીડી રૂ. ૧૬૫૦/- પ્રતિ બેગ હતી. જો કે હવે તેમાં વધારો કરીને ૨૫૦૧/- પ્રતિ બેગ કરવામાં આવ્યા છે. પ્રતિ બેગ રૂ. ૮૫૦ ની સબસીડીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ રાજયના ખેડૂતોને પણ થશે. આ માટે રાજયના ખેડૂતો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રાસાયણ ખાતર મંત્રી મનસુખ માંડવીયાનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. કૃષિ મંત્રી રાઘવજીપટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ડીએપી ખાતરનો અંદાજે ૫ લાખ મેટ્રીક ટન વાર્ષિક વપરાશ થાય છે. જેના કારણે રાજ્યના ખેડૂતોને વધારાની રૂ. ૮૫૦/- કરોડની સબસીડીનો ફાયદો થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube