Rajkot Gaming Zone: રાજકોટમાં મોતના તાંડવ વચ્ચે ભાજપના ધારાસભ્યનું અટ્ટહાસ્યનો વીડિયો વાયરલ થયો છે. જી હા... મૃતકોના માબાપના આક્રંદ વચ્ચે ભાજપના ધારાસભ્ય હસી રહ્યા છે. રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાળાનું અટ્ટહાસ્ય જુઓ....



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના ગેમઝોનમાં આગની હોનારતથી 24 લોકો તંત્રના પાપે જીવતા બળી મર્યા છે ત્યારે ગુજરાતના સૌથી ધનાઢ્ય ધારાસભ્ય રમેશ ટીલાળા હસી રહ્યા છે. જે ગેમઝોનમાં ફાયર NOC નહોતી, પૂરતી મંજૂરીઓ નહોતી છતાં તંત્ર ક્યારેય તપાસ માટે ન ગયું અને ગેમઝોન બંધ ન કરાવ્યો અને હવે તો હદ થઈ ગઈ. 


ધારાસભ્ય આટલા મોટા દુખદ બનાવ પછી હસી રહ્યા છે. 24 નિર્દોષોના મોત પછી તંત્ર અને નેતાઓ બધા કડક પગલાં લેવાની ડંફાશ મારી રહ્યા છે.  જરા જુઓ આ નેતાને કે જેઓ મોતનો મલાજો કેવી રીતે જાળવવો તેનું પણ તેમને ભાન નથી.