Gujarat Politics: ગુજરાત કોંગ્રેસમાં કંઈક નવા જુનીનાં એંધાણ જોવા મળી રહ્યા છે. ગાંધીનગરની ખાનગી હોટલમાં ગુજરાત કોંગ્રેસની એક મહત્વની બેઠક મળી છે. આ બેઠક વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત નેતાઓને બોલાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવધાન! ફરી ગુજરાતમાં ધડાધડ પાડી રહ્યો છે કોરોના; ત્રણના મોત, એક્ટિવ કેસમાં વધારો


આ વિશે જાણવા મળી રહ્યું છે કે, વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ બોલાવેલી બેઠકમાં ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત 50 જેટલા લોકોને મિટિંગમાં બોલાવ્યા છે. ગાંધીનગરની એક હોટલમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ગેનિબેન ઠાકોર, કિરીટ પટેલ,પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હાજર છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેનિબેન ઠુમ્મર, પ્રદેશના મહામંત્રીઓ સહિતના ગુજરાતના આગેવાનો હાજર છે. 


અમદાવાદમાં બહાર નીકળવું પણ દુષ્વાર બનશે! આ તારીખોમાં સાવધાન રહેજો, જાણો શું છે આગાહી


આથી આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસમાં નવાજુની થાય તેવું સૂત્રો પાસે ચર્ચાઈ રહ્યું છે. જો કે આ બેઠકમા કઈ બાબતો પર ચર્ચા કરવામાં આવી કે ક્યા મુદ્દે રણનીતિ ઘડવામાં આવી તે મામલે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે. 


રાજકોટમાં તાંત્રિક વિધિનો ખતરનાક ખેલ; પતિ-પત્નીએ માથું કાપીને હવનકુંડમાં હોમી દીધું


મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસની અંદરોઅંદર ખેંચતાણના કારણે ચૂંટણીમાં વળતા પાણી થયા હતા. આગાઉ એટલે કે 2017ની ચૂંટણીમાં 77 બેઠક પર જીત મેળવી લેનાર કોંગ્રેસ એટલી હદે નબળી પડી હતી કે તાજેતરની ચૂંટણીમાં માત્ર 17 બેઠક પર જ જીતી શકે છે.