બુરહાન પઠાણ/આણંદ: રાજ્યમાં લઘુત્તમ વેતન ધારો 1 એપ્રિલથી અમલમાં આવ્યો હોવા છતાં ફેકટરીના સંચાલકો દ્વારા કામદારોને લઘુત્તમ વેતન નહીં આપી શોષણ કરવામાં આવી રહ્યું છે. જે અંગે આજે આણંદ સરકીટ હાઉસ ખાતે યોજાયેલી ફરિયાદ અને સંકલન બેઠકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ રજુઆત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનો આ નેશનલ હાઈવે આપે છે 100% કમર દુખાવાની ગેરેન્ટી, રોલર કોસ્ટર રાઈડ જેવુ લાગે


સમગ્ર રાજ્યમાં કામદારોને લઘુત્તમ વેતન ધારા અનુસાર વેતન ચૂકવવા માટે લઘુત્તમ વેતન ધારો અમલમાં છે, તેમ છતાં કામદારોને લઘુત્તમ વેતન નહિ ચૂકવી શોષણ કરવામાં આવી રહ્યું છે, સરકીટ હાઉસના કર્મચારીઓ હોય કે પછી કલેકટર કચેરી, સરકારી કચેરીઓનાં વર્ગ 3 -4 નાં કર્મચારીઓ હોય, સહકારી સંસ્થાઓ, ખાનગી ફેકટરીઓનાં કામદારોને ઓછું વેતન આપી લઘુત્તમ વેતન ધારાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જે અંગે ઉગ્ર રજુઆત કરી હતી. 


Video: પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરે શેર કર્યો પ્રાઈવેટ વીડિયો, યૂઝર્સ બોલ્યા- હદ થઈ


અમિત ચાવડાએ કહ્યું હતું કે જે ફેકટરીના કામદારો કે સરકારી કે સહકારી સંસ્થાઓનાં કામદારોને નિયમ અનુસાર વેતન ચૂકવાતો નાં હોય તેઓએ આ અંગે સંપર્ક સાધવા અપીલ કરી હતી. તેમજ જો લઘુત્તમ વેતન ધારાનો અમલ નહીં કરી કામદારોનું શોષણ કરવામાં આવશે તો આગામી દિવસોમાં કૉંગ્રેસ આંદોલન કરશે. 


Watch Video: બુર્જ ખલીફા પર તિરંગા સાથે PM મોદીનો ફોટો, UAE માં આ રીતે થયું સ્વાગત