હિતલ પારેખ, ગાંધીનગર: લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠક પર હારનો સામનો કર્યા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના રાજીનામાની અટકળોએ જોર પકડ્યું હતું. જો કે, આજે પત્રકારો સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ તરીકે મેં અને અમારી સમગ્ર ટીમ લોકસભા ચૂંટણીના પરિણામોની જવાબદારી સ્વીકારી છે. રાજીનામાનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાજકોટમાં હનિટ્રેપનો કિસ્સો: વેપારી પાસે માગ્યા 15 લાખ, પાયલ બુટાણીની ધરપકડ


અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મેં અને અમારી સમગ્ર ટીમે લોકસભા ચૂંટણીના પરિણામોની જવાબદારી સ્વીકારી છે. અમારી લાગણી હાઈ કમાન્ડને પહોંચાડી છે. હું, પરેશ ધાણાની અને રાજીવ સાથે હાઈ કમાન્ડને મળવાનો સમય માગ્યો છે. અમે રાહુલ ગાંધીને મળીશું. હું પરેશ ભાઈ અને રાજીવ સાતવ ચર્ચા કર્યા બાદ રાહુલ ગાંધીને મળીશું અને આખી પ્રક્રિયા અને ચૂંટણીની સમિક્ષા કરીશું.


વધુમાં વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત, જાણો સૌથી વધુ અને ઓછું તાપમાન કયા શહેરમાં


અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરમાં નૈતિકતા હોય તો તેણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું જોઈએ. કોંગ્રેસના આઠ ધારાસભ્યો સંપર્કમાં હોવાના અલ્પેશ ઠાકોરના દાવા પર અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યો પક્ષ પલટો નહીં કરે. તેમજ રાજ્યસભાની બે ચૂંટણીમાં એક કોંગ્રેસને ચોક્કસ મળે છે. કોંગ્રેસના ધારાસભ્યો અકબંધ રહેશે તેવો વિશ્વાસ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો હતો.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...