Amit Shah ફરી આવશે ગુજરાત, મંગળા આરતી અને લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી
અમિત શાહ (Amit Shah) 12 જુલાઈએ વહેલી સવારે જગન્નાથ મંદિરમાં સહપરિવાર મંગળા આરતી કરશે. ત્યારબાદ તેમના ગાંધીનગર ખાતે અલગ અલગ કાર્યક્રમો છે.
બ્રિજેશ દોશી, અમદવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત (Amit Shah) શાહ આવતીકાલથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે રાત્રે અમિત શાહ અમદાવાદ (Ahmedabad) પહોંચશે. વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત-લોકાર્પણ અને ભગવાન જગન્નાથના દર્શન માટે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. 11 જુલાઈએ સવારે અમિત શાહ બોપલ, વેજલપુરમાં વિકાસકાર્યોનું ખાતમૂહર્ત, લોકાર્પણ કરવાના છે.
સાથે જ સાબરમતી, નવા વાડજ વિસ્તારમાં પણ પમ્પિંગ સ્ટેશનના લોકાર્પણ કરશે. તેઓ અમદાવાદ (Ahmedabad) ના ઘુમામાં નર્મદાનું પાણી પહોંચાડવાની યોજનાનું ખાતમૂહર્ત કરશે, 90 કરોડના ખર્ચે આ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડાશે. અમદાવાદ મહાનગરપાલિકામાં નવા ઉમેરાયેલા વિસ્તારો માટે તેમણે પહેલા જ નર્મદાનું પાણી પહોંચાડવાની જાહેરાત કરી હતી.
Haphephobia: કોરોના પછી આશરે 60%થી વધુ લોકો અનુભવે છે સ્પર્શનો ભય
જેમાં ઘુમા વિસ્તાર બાકી હતો જેના માટે આ યોજનાનું ખાતમૂહર્ત કરશે. આ ઉપરાંત વેજલપુરમાં સિવિક સેન્ટર, કોમ્યુનિટી હોલ અને પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરશે. સાઉથ બોપલ ખાતે યોજાનારા કાર્યક્રમમાં અમિત શાહ (Amit Shah) નું સંબોધન પણ રહેશે. જ્યાં અમદાવાદના ધારાસભ્યો અને મનપાના હોદેદારો પણ જોડાશે. વેજલપુરની મુલાકાત બાદ શાહ સાબરમતી અને નવા વાડજ ખાતે પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ કરશે. સાથે જ સાંજે સાણંદ APMCમાં 40 કરોડના વિકાસકાર્યોના ખાતમૂહર્ત-લોકાર્પણ કરશે.
અમિત શાહ (Amit Shah) 12 જુલાઈએ વહેલી સવારે જગન્નાથ મંદિરમાં સહપરિવાર મંગળા આરતી કરશે. દર વર્ષે તેઓ રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં પરિવાર સાથે હાજરી આપે છે. ત્યારબાદ તેમના ગાંધીનગર ખાતે અલગ અલગ કાર્યક્રમો છે. જેમાં ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવિદાન કાર્યક્રમમાં હાજરી આપશે. તો સાથે જ તેઓ નારદીપુર ખાતે તળાવનું લોકાર્પણ કરશે.
Nikhil Savani એ યુથ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, પૈસાદાર લોકો જ બની શકે યુથ કોંગ્રેસના પ્રમુખ
આ ઉપરાંત ગાંધીનગર (Gandhinagar) સિવિલ હૉસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી શકે છે. આ ઉપરાંત તેમના પ્રવાસ દરમિયાન રાજકીય મુલાકાતો પણ થઈ શકે છે. જો કે સત્તાવાર રીતે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ગત ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે પોતાની લોકસભા બેઠકના વિકાસકાર્યો માટે સમીક્ષા બેઠકો યોજી હતી.
Gandhinagar: અષાઢીબીજથી ખૂલશે અક્ષરધામ મંદિરના દ્વાર, કરવું પડશે આ નિયમોનું પાલન
આ ઉપરાંત ભાજપ (NJP) અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી.. આ વખતે તેવી કોઈ બેઠક થાય તેવી શક્યતાઓ નહીંવત છે. પોતાનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી 13 જુલાઈએ સવારે દિલ્લી જવા રવાના થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube