અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે લોકસભા ચૂંટણી માટે ગાંધીનગર બેઠકથી પોતાની ઉમેદવારી નોંધવાશે. તેઓ વિજય મૂહુર્ત 12.39માં ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી નોંધાવતા પહેલા અમદાવાદમાં એક જનસભાનું આયોજન થયું. જેમાં એનડીએના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ અમિત શાહ સાથે હાજર રહ્યાં હતાં. ત્યારબાદ અમિત શાહનો ચાર કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો શરૂ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલીને કરેલા સંબોધનમાં અમિત શાહે કહ્યું કે તેમના જીવનમાંથી ભાજપને કાઢો તો શૂન્ય જ વધશે. તેમણે ગુજરાતની જનતાને અપીલ કરતા કહ્યું કે ગુજરાતની તમામ 26 બેઠકો મોદીજીની ઝોળીમાં નાખો અને શાનથી તેમને વડાપ્રધાન બનાવો. તેમણે કહ્યું કે દેશને સુરક્ષા એક જ વ્યક્તિ અને એક જ પાર્ટી આપી શકે. તે છે નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર. 


અમિત શાહે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવાની છે. ગાંધીનગરનો વિકાસ બધા ભાજપના કાર્યકર્તાઓ માટે કમીટમેન્ટ છે. ગાંધીનગર આખા દેશમાં સૌથી વિક્સિત ક્ષેત્રોમાંથી એક છે. આડવાણીજીનો આ વારસો આગળ વધારવાનો પ્રયત્ન કરીશ. 


ગુજરાતની ધરતી પરથી ઉદ્ધવે વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું-'અમારા દિલ મળી ગયાં'

જનસભાને સંબોધતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઘણા લોકોને આશ્ચર્ય થયું કે હું આજે અહીં કેવી રીતે આવ્યો. કેટલાક લોકો  ખુશ હતાં તો  કે ભાજપ સાથે શિવસેનાને મનમોટાવ છે. પરંતુ હું આજે તે લોકોને કહેવા માંગુ છું કે અમારા વચ્ચે હવે મનદુખ, મતભેદ ખતમ થઈ ગયા છે. અમારા દિલ મળી ગયા છે. અમારી સોચ એક છે, વિચાર એક છે, નેતા એક છે. 


વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમના દિલ મળે કે ન મળે પરંતુ હાથ જરૂર મળવા જોઈએ.  તેમણે કહ્યું કે શિવસેના હોય કે ભાજપ વિચારધારા એક છે હિન્દુત્વ. હિન્દુત્વ આપણો શ્વાસ છે. તેમણે વિપક્ષને સવાલ પણ પૂછ્યો કે વડાપ્રધાન પદ માટે તેમના ઉમેદવાર કોણ છે? 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...