અમદાવાદ: ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૧૩મીએ મોડી સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે વહેલી સવારે અષાઢી બીજ નિમિત્તે અમદાવાદના જગપ્રસિદ્ઘ જગન્નાથ મંદિરથી નીકળનારી પરંપરાગત રથયાત્રાની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સવારે ૯.૩૦ વાગે અમદાવાદ નજીક આવેલી કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસ ખાતે બે દિવસ માટે યોજાનારી યુથ પાર્લામેન્ટ રાજયની એકસો કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓના યુવા વિદ્યાર્થીઓને સંબોધન કરશે. યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાના ઉદ્ઘાટન સત્રમાં અમિતભાઇની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના ૨૦ વર્ષ સુધી વિધાનસભા મતવિસ્તારમાં યુથ પાર્લામેન્ટનું આયોજન માટે આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં પહેલી વખત યુથ પાર્લમેન્ટનું આયોજન થયું છે. અમિત શાહે વર્ષો પહેલાનું ભારત અને આજના ભારતની વાત કરી હતી. પહેલા ભારત ક્યાં હતું અને આજે ક્યાં છે એ સૌથી પહેલું જોવું જોઈએ. અમિત શાહે કહ્યું હતું કે ડેમોક્રેસીની શરૂઆત ભારતથી થઈ છે. આપણા દેશને દુનિયામાં ઉદાહરણ તરીકે જોવાતું હતું. દુનિયાના જીડીપીમાં ભારતનો હિસ્સો 35% છે. નવું ભારત પરિવારવાદથી મુક્ત ભારત હશે. 


દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં ૨૦૧૪મા આવી ત્યારે દેશના ૭૦ ટકાથી વધુ લોકોને આઝાદી મળી જ ન હોય‌ તેવી સ્થિતિ હતી. આજે દેશમાં એક પણ ગામ એવું નથી જ્યાં વીજળી નથી. નરેન્દ્રભાઈ નવા ભારતની વાત કરે છે કે કેવું હશે નવું ભારત તો આની કલ્પના નરેન્દ્રભાઈએ આપણી સામે રાખી છે. ભ્રષ્ટાચાર મુક્ત, આતંકવાદ મુક્ત, જાતિવાદ મુક્ત, ગંદકી મુક્ત, સંપ્રદાયવાદ મુક્ત, તૃષ્ટીકરણ મુક્ત નવું ભારત હશે.


2014માં સરકાર બની ત્યારે કરોડો લોકો એવા હતા કે જેની પાસે બેન્ક ખાતું ન હોય, ઘર ન હોય, વીજળી ન હોય. અમિત શાહે કહ્યું હતું કે દેશનું ભવિષ્ય જાણવું હોય તો એ દેશના મિજાજને જાણવો જોઈએ. અત્યાર સુધી એક ગરીબ ભારત અને એક સમૃદ્ધ ભારત એમ બે ભાગમાં દેશ વિભાજીત થઈ ગયો હતો. 50 કરોડ ગરીબના જીવન સ્તર ને ઊંચું લાવવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. 4.5 કરોડ મહિલાઓએ ચૂલા ફૂંકવા પડતા હતા એને ગેસના ચૂલા સિલિન્ડર આપવાનું કામ મોદી સરકારે કર્યું છે. 19 હજાર ગામમાં વીજળી પહોંચાડવાનું કામ મોદી સરકારે કર્યું છે. 


જેના ઘરે શૌચાલય નહોતું એના ઘરે શૌચાલય પહોંચાડવાનું કામ કર્યું છે. પાકિસ્તાન સામેની સર્જિકલ સ્ટ્રાઈકની વાતનો ઉલ્લેખ કરતાં જ યુથ પાર્લામેન્ટના યુવાનોએ તાળી પાડી વધાવી લીધા હતા. 2022માં દેશની આઝાદીના 75 વર્ષ થશે ત્યારે નરેન્દ્ર મોદીના કલ્પના મુજબનું કામ હશે. 3.80 કરોડ લોકો જ ઇનકામટેક્સ ભરતા હતા જે આજે 6.84 કરોડ લોકો ભરતા થયા છે. છોકરીઓની ઓછી સંખ્યા ચિંતાનો વિષય હતો પણ બેટી બચાવો અભિયાન દ્વારા સેક્સ રેશિયો સમાન કરવાનું કામ કર્યું છે.