અમિત શાહની મુલાકાતમાં જ રાજીનામાની ખીચડી રંધાઈ હતી, પણ પસંદગીના CM નું જ કેમ પત્તુ કાપ્યું?
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના અચાનક રાજીનામાથી દિલ્હીની ગાદીમાં સળવળાટ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચશે. તેઓ ધારાસભ્યોની મળનારી બેઠકમાં હાજરી આપશે અને નવા મુખ્યમંત્રી (gujarat cm) ના નામ અંગેની જાહેરાત કરી શકે છે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. જોકે, અમિત શાહની તાજેતરની ગુજરાત મુલાકાતમાં જ વિજય રૂપાણીના રાજીનામાની ખીચડી રંધાઈ હતી તેવુ કહેવાય છે. ત્રણ દિવસ પહેલા અમિત શાહ એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં વિજય રૂપાણીના રાજીનામા (Vijay Rupani Resigns) નું પ્લાનિંગ રચાયુ હોય તેવી શક્યતા છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના અચાનક રાજીનામાથી દિલ્હીની ગાદીમાં સળવળાટ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચશે. તેઓ ધારાસભ્યોની મળનારી બેઠકમાં હાજરી આપશે અને નવા મુખ્યમંત્રી (gujarat cm) ના નામ અંગેની જાહેરાત કરી શકે છે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. જોકે, અમિત શાહની તાજેતરની ગુજરાત મુલાકાતમાં જ વિજય રૂપાણીના રાજીનામાની ખીચડી રંધાઈ હતી તેવુ કહેવાય છે. ત્રણ દિવસ પહેલા અમિત શાહ એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં વિજય રૂપાણીના રાજીનામા (Vijay Rupani Resigns) નું પ્લાનિંગ રચાયુ હોય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : વિજય રૂપાણીનું દર્દ છલકાયું... રાજ્યપાલને સોંપેલા પત્રમાં સામે આવ્યું રાજીનામાનું મોટુ કારણ
ગુજરાતમાં મુખ્યમંત્રીના અચાનક (BIG BREAKING) રાજીનામાં લેવાનો ભાજપનો સીલસીલો પહેલાથી જ યથાવત છે. પહેલા કેશુભાઈ, પછી આનંદીબેન પટેલ અને હવે વિજય રૂપાણીનો વારો. જોકે, આ વચ્ચે પાટીદાર ચહેરાને નવા મુખ્યમંત્રી તરીકે સ્થાન મળે તે લગભગ નક્કી છે તેવુ સૂત્રોનું કહેવુ છે. પરંતુ સવાલ એ છે કે, પાંચ વર્ષ પહેલા અમિત શાહે જ વિજય રૂપાણી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. પાંચ વર્ષ પહેલા વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવા પાછળ અમિત શાહનું માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. ત્યારે આખરે કેમ અમિત શાહે તેમનુ જ પત્તુ કાપ્યું? અમિત શાહની ગુરુવારની મુલાકાતમાં જ રાજીનામાનુ પ્લાનિંગ બન્યુ હોવાનું ચર્ચાય છે.
આ પણ વાંચો : ‘નિષ્ફળતા છુપાવવા રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઈનું રાજીનામું લેવાયું...’ વિજય રૂપાણીની વિદાય પર વિપક્ષનો વાર
અમિત શાહ આજે ગુજરાત આવીને ડેમેજ કન્ટ્રોલ કરશે. ધારાસભ્યોની મીટિંગ બાદ તેઓ નવા મુખ્યમંત્રીના નામ પર મહોર મારશે. ત્યારે આવતીકાલે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. તો અમિત શાહ નીતિન પટેલને સીએમનો નવો ચહેરો બનાવશે કે નહિ તે મામલે પણ કાનાફૂસી શરૂ થઈ છે. આ વચ્ચે મનસુખ માંડવિયાનુ નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
એક તરફ અમિત શાહના આગમને ચર્ચા જગાવી છે, તો બીજી તરફ ભાજપ કાર્યાલય કમલમમાં પણ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. કમલમ્ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ-પ્રમુખ સી. આર. પાટીલની બેઠક ચાલી હતી, જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર હોવાનું કહેવાય છે.