ગૌરવ પટેલ/અમદાવાદ :ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ઇલેક્ટ્રીક બસોનું લોકાર્પણ કર્યું, જેની સાથે જ આજથી અમદાવાદના રસ્તાઓ પર ઈલેક્ટ્રીક બસો દોડશે. તેમણે ફ્લેગ ઓફ કરી ઈલેક્ટ્રિક બસોને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય મહાનુભાવોએ પણ વડના પ્લાન્ટનું વાવેતર કરી મિશન મિલિયન ટ્રીઝ અભિયાનની પૂર્ણાહુતી કરી હતી. અમિત શાહ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, તો ભાજપના કાર્યકરોએ કાશ્મીરના નારા લગાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપ્યા
અમિત શાહે આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે, સંપૂર્ણ ભારતીય ઇલેક્ટ્રિક બસ દોડતી કરવાનું કામ અમદાવાદ મહાનગરે કર્યું છે. જ્યારે ઇલેક્ટ્રીક બસ અને વાહનો હશે, ત્યારે બેટરી બદલવાની દુકાનો શરૂ કરવી પડશે. આમ, પર્યાવરણને મજબુત બનાવવાનું જે કામ અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યું એના માટે એએમસીની ટીમને અભિનંદન છે. અમદાવાદ ત્રણ કાર્યક્રમો એકસાથે આયોજિત કર્યાં છે. 10 લાખ 87 હજાર વૃક્ષો વાવી એક અભિયાનનું સમાપન થયું છે. અમદાવાદ જિલ્લામાં ૧૩૭૭૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા. અમદાવાદ શહેર અને જિલ્લા મળી કુલ 24 લાખ 6૦ હજાર પ્લાન્ટ્સ રોપવામાં આવ્યા. ભગવાનની મહેરબાનીથી ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા અને રાજ્યના ડેમ ભરાયા છે. 


મારા જન્મ પહેલા નર્મદા ડેમના પાયા નંખાયા હતા
તેમણે કહ્યું કે, મારા જન્મ પહેલા નર્મદા ડેમના પાયા નંખાયા હતા. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યા બાદ ૮૫ ટકા કામ પુર્ણ થયું. તેમના વડાપ્રધાન બન્યા બાદ ૧૦૦ ટકા કામ પૂર્ણ થયું. મોદી જ્યારે સીએમ હતા ત્યારે તળાવો ઉંડા કરી જળ સંચયને વેગ આપ્યો હતો. જોકે તેમાં ગટરના જોડાણ થતા તે ગંદકીનું કારણ બન્યા હતા. અમદાવાદ મહાનગર પાલિકાની ટીમને સૂચના આપી તળાવોમાંથી ગટરના કનેક્શન દૂર કરાવ્યા. તળાવોમાં વરસાદી પાણી ભરાય છે. જો આ તળાવ ખાલી થાય તો તેને નર્મદાના પાણીથી ભરવું.  


૧૩૦ કરોડ લોકો એક સંકલ્પ કરે તો દેશ ૧૩૦ કરોડ મીટર આગળ વધી શકશે
અમિત શાહે કહ્યું કે, આપણા જીવનમાં દેશ માટે મરવાનો મોકો મળ્યો નથી. શહીદ ભગતસિંહ, રાજદેવ હસતા હસતા ફાંસીને માંચડે ચઢી ગયા, એ સૌભાગ્ય આપણને નથી મળ્યું. પરંતુ દેશ માટે જીવવાનું સૌભાગ્ય મળ્યું છે. ગાંધીજીના મૂલ્યોને ફરીવાર દેશમાં સમાજ જીવનમાં લાવવા જોઈએ. ગાઁધી વિચારો અને મૂલ્યો શાશ્વત છે. તે જમીન જોડાયેલી વાતો અને મુદ્દા છે. આપણી સંસ્કૃતિમાં જોડાયેલા છે. સ્વચ્છતા, ખાદી, સત્ય અહીંસા આજે પણ પ્રાસંગિક છે. તેમણે આપેલ એકએક સંદેશ આજે પણ પ્રાસંગિક છે. સંકલ્પ ભલે નાનો હોય, પણ જીવનમાં પરિવર્તન લાવનારો હોવો જોઈએ. કોઈ બહેન સંકલ્પ લે પ્લાસ્ટિકની થેલીમા શાક નહિ લાવું, તો એ પણ મોટો સંકલ્પ છે. જો ૧૩૦ કરોડ લોકો એક સંકલ્પ કરે તો દેશ ૧૩૦ કરોડ મીટર આગળ વધી શકશે. દેશના તમામ લોકો સંકલ્પ લે તો દેશ મજબૂતીની સાથે વિશ્વની સ્પર્ધામાં આગળ વધશે. 
 


બેનકાબ થઈ ઢબુડી માતા, અસલી ચહેરો આવ્યો લોકોની સામે, જુઓ ઓઢણીના અંદરની માતા કેવી દેખાય છે


તમે ફેંકેલા પ્લાસ્ટિકનો ફૂટપાથ બનાવવા થશે ઉપયોગ, જાણી તમને પણ લાગશે નવાઇ...


ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે રમીલા દેસાઈએ અમિત શાહની મુલાકાત લેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. કારણ કે, ખેરાલુ બેઠક પર ભરતસિંહ ડાભી સંસદ બનતા હાલ બેઠક ખાલી પડી છે, અને 2002માં રમીલાબેન દેસાઈ ખેરાલુ બેઠક પર ધારાસભ્ય હતા.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



અમદાવાદમાં દોડનારી ઈલેક્ટ્રીક બસની ખાસિયત
ઈલેક્ટ્રીક બસ હોવાથી અમદાવાદને હવા અને અવાજના પ્રદુષણથી મુક્તિ મળશે. ઓટોમેટિક ટ્રાન્સમીશન અને એર સસ્પેશનથી સુસજ્જ એસી ઈલેક્ટ્રીક બસમાં મુસાફરો આરામદાયક મુસાફરીનો લાભ મેળવી શકશે. આ બસોમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ છે, જેથી બેટરીમાં આગ લગાવાના કારણે કોઈ પણ બનાવને નિવારી શકાય. તેમજ ઑટોમેટિક ડોર સેન્સર હોવાથી બસના દરવાજાથી કોઈ ઘટના નહિ બને. જેથી મુસાફરોની સલામતીમાં અનેકગણો વધારો થશે. કુલ 50 બસો પૈકી 18 બસોમાં સ્વેપ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે ભારતભરમાં પ્રથમ વાર અમલમાં મૂકાઈ છે. સ્વેપ ટેકનોલોજીવાળી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિમી જેટલી
મુસાફરી કરી શકાય. વધુમાં અન્ય ૩ર બસોમાં ફાસ્ટ ચાર્જીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેમાં પ્રતિ ચાર્જ દીઠ 200 કિમી જેટલી મુસાફરી કરી શકાશે. તો ભારતનું સૌ પ્રથમ સંપૂર્ણ ઑટોમેટિક બેટરી ચાર્જિંગ સ્ટેશન રાણીપ ખાતે કાર્યરત કરવામાં આવશે. બોટિક આર્મથી સુસજજ સ્વેપ સ્ટેશન માત્ર ૩ થી ૪ મિનિટમાં ઓટોમેટિક બેટરી સ્વેપિંગ કરી શકાશે. સંપૂર્ણ ઑટોમેટિક સ્લેપ સ્ટેશનમાં એક સાથે કુલ 12 બેટરી ચાર્જ થઈ શકે તેવું મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું.