2024માં ગાંધીનગરથી જ ઉમેદવારી કરવાના અમિત શાહે આપ્યા સંકેત, જુઓ શું કહ્યું...
અમદાવાદીઓને 800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ સાણંદ પહોંચ્યા હતા. સાણંદ એપીએમસી ખાતેના કાર્યક્રમમાં 78 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાણંદમાં એક સાથે 5000થી વધુ વિધવા મહિલાઓને સહાયના હુકમોના વિતરણનો રેકોર્ડ આજે બનાવાયો છે. ત્યારે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ વિશેનું સર્ટિફિકેટ અપાયું.
અમદાવાદ :અમદાવાદીઓને 800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ સાણંદ પહોંચ્યા હતા. સાણંદ એપીએમસી ખાતેના કાર્યક્રમમાં 78 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાણંદમાં એક સાથે 5000થી વધુ વિધવા મહિલાઓને સહાયના હુકમોના વિતરણનો રેકોર્ડ આજે બનાવાયો છે. ત્યારે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ વિશેનું સર્ટિફિકેટ અપાયું.
સાણંદવાસીઓને સંબોધતા અમિત શાહે કહ્યું કે, સાણંદ વિધાનસભાએ મને 70 હજારની લીડ અપાવી હતી. જીત બાદ પહેલીવાર સાણંદ આવ્યો છું, ત્યારે આપ સૌનો આભાર. મારી કાર્યકર્તા તરીકેની શરૂઆત સાણંદથી થઈ હતી. એડીસી બેંકનો ચેરમેન બન્યો ત્યારે સાણંદના તમામ સહકારી આગવાનોનો સંપર્ક રહ્યો.
આ પહેલા અમદાવાદમાં યોજાયેલા વિવિધ લોકાર્પણોના કાર્યક્રમમાં અમિત શાહે વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરથી જ ઉમેદવારી નોંધાવવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, લોકસભામાં જીત અપાવવા બદલ આભાર. 5 વર્ષ બાદ ફરીવાર હું તમારી પાસે આવીશ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. બીજા દિવસે અમદાવાદના સાઉથ બોપલ ખાતે અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું. જ્યાંથી અમિત શાહે અમદાવાદમાં AMC અને ઔડા વિસ્તારમાં 800 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હત કર્યું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :