હિતલ પારેખ, ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને મહાત્મા મંદિર એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે સાઈબર એપ્લિક્શન્સ 'વિશ્વાસ' અને 'સાઈબર આશ્વસ્ત'નું પણ લોકાર્પણ કર્યું. અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારો થશે તેટલો કેન્ટ્રોલ વધારે થશે. ગુજરાત હંમેશા નવી પહેલ કરતું રહ્યું છે. દેશમાં કોઇ પણ પહેલ થતી હોય તો તેનો આધાર ગુજરાત રહ્યું છે. ગુજરાતની‌ સેવાનો સમગ્ર દેશને‌ લાભ મળશે. હવે આપણે આ વિશ્વાસ પ્રોજેક્ટ શું છે તે અંગે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સીક્યોરીટી - VISWAS' 
અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ એવા રૂા. ૩૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ 'વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સીક્યોરીટી - VISWAS' પ્રોજેક્ટ હેઠળ ૧૨૫૬ જંકશન ઉપર ૭,૦૦૦થી વધુ CCTV કેમેરા લગાવાશે. આ કેમરા ૩૩ જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘‘નેત્રંગ’’ સાથે જોડાશે. સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિ-નેત્ર સાથે જોડાશે. આ પ્રોજેક્ટમાં સક્રીય ટ્રાફિક મેનેજમેન્ટ, નિયંત્રણ અને એન્ફોર્સમેન્ટ, અપરાધિત બનાવોની તપાસ અને વિડીયો ફોરેન્સીક, ફોર્સ મલ્ટીપ્લાયર ઇફેક્ટથી થશે, પોલીસની કાર્યક્ષમતામાં વધારો, માર્ગ-સલામતી અને અર્બન મોબીલીટી, મહિલા - બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શેરીઓની સુરક્ષા અને રાજ્યના તમામ શહેરો, જિલ્લા મુખ્યાલયોને અને પર્યટન સ્થળોને ચુસ્ત સુરક્ષા પૂરી પડાશે.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube