પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવની પૂર્ણાહુતિ, અમિત શાહનો નહિ રહે હાજર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો રાજકોટ પ્રવાસનો કાર્યક્રમ મોકૂફ કરવામાં આવ્યો છે. સ્વામીનારાયણ નગરના પૂર્ણાહુતિ મહોત્સવમાં હાજરી આપવાના હતાં. પણ કોઈ કારણોસર આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
રાજકોટ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો રાજકોટ પ્રવાસનો કાર્યક્રમ મોકૂફ કરવામાં આવ્યો છે. સ્વામીનારાયણ નગરના પૂર્ણાહુતિ મહોત્સવમાં હાજરી આપવાના હતાં. પણ કોઈ કારણોસર આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવનો આજે(શનિવારે) છેલ્લો દિવસ છે. આજે સાંજે વિજય રૂપાણીના હસ્તે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે. સાંજે હજારોની સંખ્યામાં હરિભક્તો હાજર રહેશે.
આ મહોત્સવમાં અમિત શાહ પણ આવનારા હતા પરંતુ પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ આવી શકે તેમ નથી. અમિત શાહ સાડા ચાર વાગે રાજકોટ આવવાના હતા. રાજકોટ અધિક જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ જાહેરનામું બહાર પાડી જણાવ્યું હતું કે, મહોત્સવમાં 15મીએ મહાનુભાવો અને હજારોની જનમેદની એકત્રીત થનારી છે. ત્યારે આ કાર્યક્રમમાં જામનગરથી રાજકોટ આવતા મોટા અને ભારે વાહનોને કારણે ટ્રાફિક રહેતો હોય છે.
વધુમાં વાંચો...ઉત્તર ગુજરાતની આ સરકારી શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓની લાગી લાઇનો, ટેકનોલોજી સજ્જ
આ કાર્યક્રમ દરમિયાન મોટા વાહનો પસાર ન થાય અને કોઇ અકસ્માત ન સર્જાય તેમજ ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય કે ટ્રાફિકજામ ન થાય તે માટે સવારે 10 થી રાતના 12 વાગ્યા સુધી મોટા વાહનોને પડધરી-મૌવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી પડધરી-નેકનામ-મીતાણા થઇ રાજકોટ તરફ ડાયવર્ઝન કરવા હુકમ કર્યો છે. એસ.ટી.બસ તથા ફાયર ફાયટર જેવા ભારે વાહનોને આ હુકમ લાગુ પડશે નહીં. આ ઉપરાંત નાના વાહન ચાલકોએ પોતાની ગતિ પણ ધીમી રાખવાની રહેશે.