અમિત શાહ ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે; કરોડોના વિકાસકાર્યોને મૂકશે ખુલ્લા, જાણો સમગ્ર વિગતવાર કાર્યક્રમ
આગામી 20 અને 21 મેના રોજ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવશે. 20 મેના રોજ ગૃહમંત્રીનો પ્રવાસ શરૂ થશે. જેમાં 11:30 વાગે દ્વારકાથી એટલે કે ભગવાન શ્રી દ્વારકાધીશ દર્શનથી શરુ થશે.
ઝી બ્યુરો/અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. આગામી 20 અને 21 મેના રોજ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવશે. 20 મેના રોજ ગૃહમંત્રીનો પ્રવાસ શરૂ થશે. 500 કરોડથી પણ વધુના કાર્યો અમિત શાહના હસ્તે ખુલ્લા મુકવામાં આવશે. ઉપરાંત અમદાવાદ ખાતે AMC અને ઔડા અંતર્ગત આવતા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામા આવશે.
રડી જશો એવી છે સ્ટોરી! ગુજરાતી દીકરીને ડોક્ટર બનવું હતું અને ફીના રૂપિયા નહોતા..'
આગામી 20 અને 21 મેના રોજ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવશે. 20 મેના રોજ ગૃહમંત્રીનો પ્રવાસ શરૂ થશે. જેમાં 11:30 વાગે દ્વારકાથી એટલે કે ભગવાન શ્રી દ્વારકાધીશ દર્શનથી શરુ થશે. ત્યાર બાદ દ્વારિકામાં નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીના ખાતમુહૂર્ત કરશે. આ બાદ તેઓ ગાંધીનગર પોતાના સંસદીય મત વિસ્તારમાં એક નવી પહેલ શરુ કરશે.
કોંગ્રેસને ફરી ઝટકો! સંખેડાના પૂર્વ ધારાસભ્ય ફોજ લઈને BJPમાં જોડાયા, કર્યો કેસરિયો
આ પહેલમાં તેઓ બોરીજ ખાતે બોરીજ ગામની પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાંનું વિતરણ કરશે. આ રમકડાંની પહેલ છેલ્લા કેટલાંક સમય પહેલાથી શરુ કરવામાં આવી હતી. જેમાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાં મળે તે માટે ભાજપના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ જુના રમકડાં ભેગા કરવાની કામગીરી કરી હતી. ત્યારબાદ સાંજે 6 વાગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓડિટોરિયમમાં ગાંધીનગર મહાનગરપાલિકાએ કરેલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાત્રે 8 વાગે ગાંધીનગર ઉત્તર વિધાનસભા આયોજિત પ્રીમિયર લીગમાં ઉપસ્થિત રહેશે.
મોદી જાપાનમાં હશે ત્યારે 'દાદા' સંભાળશે કમાન, 5 વર્ષ બાદ ભૂપેન્દ્ર પટેલને મળી તક
21 મેના રોજ 12:45 વાગે તેઓ ચાંદખેડામાં GSRTCની નવીન 320 બસોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ બપોરે 1:15 વાગે ભાટ ખાતે અમુલફેડ ડેરી દ્વારા અત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ કરશે. બપોરે 2:30 વાગે શાહીબાગ ખાતે મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં હાજર રહેશે. સાંજે 5:15 વાગે નારણપુરામાં AMC દ્વારા નિર્મિત જીમ્નેશિયમ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. સાંજે 5:40 વાગે છારોડી ખાતે નિર્માણ પામેલા તળાવનું લોકાર્પણ અને 6 વાગે AMC ના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદીઓને 2500 જેટલા આવાસોનું ડ્રો આપશે.
કોણ છે આ ગુજરાતી નટવરલાલ! 3 રાજ્યના MLAને મંત્રી બનવાના સપનાં દેખાડ્યા, 56ની છાતી..!