ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની અધ્યક્ષતામાં તૌકતે વાવાઝોડા (Cyclone) ની તૈયારી અને તેની સમિક્ષા માટે આજે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ભાવનગર  કલેકટર કચેરી ખાતેથી તેમજ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દિવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા .

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાએ વધુ એકવાર દિશા બદલી, હવે ગુજરાતના આ વિસ્તારમાં ખતરો વધ્યો


કેન્દ્રિય ગૃહમંત્રીએ તૌકતે વાવાઝોડા (Cyclone) થી પ્રભાવિત થનાર રાજ્યો સાથે વહીવટી તંત્રની તૈયારીઓની સમિક્ષા કરીને સ્ટેન્ડબાય રહેવા જરૂરી સૂચનાઓ આપી હતી.  


બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કેલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર ઉપસ્થિત  રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube