આજે કલોલમાં અમિત શાહનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, રાઉન્ડ-ધ-ક્લોક બેઠકો પણ કરશે
અડવાણીની સીટ પર લડી રહેલા અમિત શાહને તેમના પહેલા રોડ શોમાં જંગી પ્રતિસાદ મળ્યો હતો. જેના બાદ આજે તેમનો પ્રચાર કરતો રોડ શો કલોલમાં યોજાવા જઈ રહ્યો છે. આજે દિવસભર બેઠકો બાદ તેઓ સાંજે કલોલમાં રોડ શોમાં ઝંઝાવાતી પ્રચાર કરશે.
બ્રિજેશ દોશી/અમદાવાદ :વર્ષ 2014ના લોકસભામાં ભાજપે ગુજરાતની મોટાભાગની તમામ બેઠકો પર 1 લાખ કરતા વધુ લીડ મેળવી હતી, ત્યારે આ વખતે ભાજપને 26 બેઠકો જાળવવી મુશ્કેલ છે. તેથી જ પીએમ મોદી અને અમિત શાહ આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જીવ રેડતા દેખાઈ રહ્યા છે. અડવાણીની સીટ પર લડી રહેલા અમિત શાહને તેમના પહેલા રોડ શોમાં જંગી પ્રતિસાદ મળ્યો હતો. જેના બાદ આજે તેમનો પ્રચાર કરતો રોડ શો કલોલમાં યોજાવા જઈ રહ્યો છે. આજે દિવસભર બેઠકો બાદ તેઓ સાંજે કલોલમાં રોડ શોમાં ઝંઝાવાતી પ્રચાર કરશે.
ભાજપની તોડજોડની રાજનીતિ પર હાર્દિકનો આક્ષેપ, ડરના માર્યે આમ ખરીદી કરે છે
દિવસભર બેઠકોનો દોર
આજે સવારથી વિધાનસભા વિસ્તારમાં બેઠકો અમિત શાહ બેઠકો કરશે. જેમાં સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા વિધાનસભાની બેઠકો પર સોસાયટીના ચેરમેન-સેક્રેટરીઓ સાથે બેઠક કરશે. સાંજે 5 વાગ્યે કલોલમાં રોડ શો યોજાશે. ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કલોલના પ્રવેશદ્વાર ઉપર આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી રોડ શોનો પ્રારંભ કરશે. કલોલ સિટીમાં ચાર વાગ્યાથી રોડ શો પસાર થશે. રોડ શો દ્વારા અમિત શાહ મતદારો સાથે લોકસંપર્ક કરશે. રાત્રે 8 કલાકે રાંધેજામાં ગાંધીનગર ગ્રામ્યના આગેવાનો સાથે બેઠક કરશે. તેઓ કાર્યકરો, ખેડૂતો, પશુપાલકો સાથે રાંધેજામાં ચર્ચા કરશે. તથા રાત્રે 9 કલાકે ગાંધીનગર શહેરના હોદ્દેદારો સાથે અમિત શાહ બેઠક કરશે.
ગરમીમાં ગીરના સિંહો શું કરે છે તે જોવામાં રસ હોય તો કરો Video પર ક્લિક
કોંગ્રેસમાં ભડકો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ-શો પહેલા કલોલ કોંગ્રેસમાં ભડકો થયો છે. કલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રકાશભાઇ વરગડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાશે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શોના દિવસે જ પ્રકાશભાઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાશે. પ્રકાશ વરગડે 2015માં નગરસેવકની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા.