સિલવાસા (દાદર નગર હવેલી): ગૃહમંત્રી અમિત શાહએ વિપત્ર પર નિસાન સાધતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના નિર્ણય પર સવાલ ઉઠાવનારા દુશ્મનોનો સાથે આપી રહ્યા છે. તેમણે હ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ ના તો કોઇ ગોળીબાર થયો, ના કોઇ પત્થર અને ના કોઇનો જીવ ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વડોદરામાં ઇલેક્ટ્રિકના થાંભલે ઓઢણીથી બાંધેલો યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા


ગૃહમંત્રીએ કહ્યું, ગત સંસદ સત્રમાં મોદીજીએ ઐતિહાસિક નિર્ણય લીધો હતો. મોદીજીને તમે ફરીથી વડાપ્રધાન બનાવ્યા અને તેમણે સંસદના પહેલા જ સત્રમાં કલમ 370 અને 35એને દુર કરી દીધી. મોદીજી સિવાય આ કામ કોઇ બીજું કરી શકતું ન હતું. તેમણે કહ્યું કે આર્ટિકલ 0 37૦ અને A 35 એ દેશના એકીકરણમાં અવરોધ છે.


આ પણ વાંચો:- જુનાગઢ: લોક ડાયરામાં ધડાધડ આકાશી ફાયરિંગનો વીડિયો વાયરલ


ગૃહમંત્રીએ કહ્યું, કલમ 370ના હટવાથી જમ્મુ કાશ્મીરમાં વિકાસના રસ્તા ખુલી ગયા છે. આતંકવાદના તાબીતમાં છેલ્લી ખીલી ઠોકી છે. જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રીતે ભારતની સાથે એક કરવાનું કામ થયું છે. તમામ લોકો આ નિર્ણય પર સરકારની સાથે છે. પરંતું કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે. ગૃહમંત્રી સિલવાસામાં કેટલાક કાર્યોના લોકાપર્ણના સમય પર બોલ્યા હતા.


આ પણ વાંચો:- રાજકોટના સરદાર બાગ પાસેથી યુવાનની મળી આવી લાશ


કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, દેશની વાત હોય તો પાર્ટીથી ઉપર વિચારવું જોઇએ. પરંતુ કોંગ્રેસ આ પરંપરા તોડી રહી છે. અમિત શાહએ કહ્યું કે કોંગ્રેસે કલમ 370ને હટાવવાનો વિરોધ કર્યો હતો. આજે પણ રાહુલ ગાંધી જે નિવેદન આપે છે તેની પાકિસ્તાનમાં પ્રશંસા થાય છે. તેના નિવેદન પછી પાકિસ્તાન તેમની અરજીમાં સામેલ કરે છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...