2022ની ચૂંટણી પહેલા અમદાવાદ ભાજપને મળ્યા નવા પ્રમુખ, જાણો પદ ગ્રહણ કરતા શું કહ્યું...
- પૂર્વ મેયર અમિત શાહની અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરાઈ
- 6 મહિના કરતા લાંબા સમય બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની જાહેરાત થઈ
- અમદાવાદ નવા શહેર પ્રમુખ અમિત શાહે આજે હોદ્દો ગ્રહણ કર્યો
અતુલ તિવારી/બ્રિજેશ દોશી :વર્ષ 2022 ની ચૂંટણી પહેલા અમદાવાદ ભાજપને નવા પ્રમુખ મળ્યાં છે. ત્યારે અમદાવાદ નવા શહેર પ્રમુખ અમિત શાહે (amit shah) આજે હોદ્દો ગ્રહણ કર્યો. ભાજપની ખાનપુર ઓફિસ ખાતે તેમનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે કહ્યું કે, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકે પક્ષે મારી કરેલી નિમણુંક બદલ શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું. હું જનસંઘ સમયથી જોડાયેલો છું, 40 વર્ષથી કામ કરી રહ્યો છું. 2005માં શહેર પ્રમુખ, વિરોધ પક્ષના નેતા હવે 16 વર્ષ બાદ ફરી પ્રમુખ પદ મળ્યું છે. તમામ કાર્યકરોને આહવાહન કરું છું કે 2022માં શહેરની તમામ 16 બેઠક ભાજપને મળે તેવી મહેનત કરવાની છે. સીર પાટીલજીએ કહ્યું કોર્પોરેશનમાં 160 બેઠક લાવીશું, લોકો હસતા હતા, પણ આપણે લાવી શક્યા. સૌ મહેનતમાં લાગીને પક્ષને મજબૂત કરીએ.
આ પણ વાંચો : ગુજરાતના આરોગ્ય વિભાગના મોટા અપડેટ, અગ્રસચિવ જયંતિ રવિની કરાઈ બદલી
વર્ષ 2022ની ચૂંટણી પહેલા અમદાવાદ ભાજપને મળ્યા નવા પ્રમુખ
પૂર્વ મેયર અમિત શાહની અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરાઈ છે. 6 મહિના કરતા લાંબા સમય બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની જાહેરાત થઈ છે. અમદાવાદ શહેરની જવાબદારી પૂર્વ મેયર અમિત શાહને, તો ગાંધીનગર જિલ્લાની જવાબદારી અનિલ પટેલને આપી છે. આ બંને પ્રમુખો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૂથના અને તેમની નજીક માનવામાં આવે છે. અમદાવાદ શહેરના પૂર્વ મેયર અમિત શાહ 46 વર્ષનો લાંબો રાજકીય અનુભવ ધરાવે છે. નવા પ્રમુખ અમિત શાહને આ વર્ષે યોજાયેલી અમદાવાદ મનપાની ચૂંટણીમાં ટિકિટ નહોતી મળી. ભાજપે નક્કી કરેલા નિયમોના કારણે તેમને ટિકિટ નહોતી આપવામાં આવી. તેઓ સતત 5 ટર્મથી વાસણા ના કોર્પોરેટર હતા અને વર્ષ 2005 થી 2008 દરમિયાન અમદાવાદ ના મેયર રહ્યા હતા. અમદાવાદ શહેર ભાજપના હોદેદાર તરીકે તેમણે તમામ જવાબદારીઓ નિભાવી છે.
આ પણ વાંચો : રાજકોટના 189 ગામમાં કોરોનાનું નામોનિશાન નહિ, બીજી લહેરના વિદાયના સંકેત
રાજકીય કારણોસર પ્રમુખની જાહેરાત અટકી હતી
વર્ષ 2003માં તેઓ AMC ના વિરોધ પક્ષના નેતા હતા. વર્ષ 2010 માં AMTS ચેરમેન બન્યા. 2017 માં શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી નિભાવી. વર્ષ 2008-2018 સુધી આણંદ જિલ્લા પ્રભારી તરીકે કામ કર્યું. હવે અમદાવાદ જિલ્લાના પ્રભારી તરીકે કામ કર્યું અને હવે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ બન્યા છે. અમદાવાદ શહેર સંગઠનમાં રહેલી નારાજગી અને અસંતોષ ઠારવાનો પહેલો પડકાર તેમની સામે છે. કોરોનાની બીજી લહેરમાં લોકોમાં જે નારાજગી છે તેની સાથે જ કાર્યકરોમાં રહેલા રોષને ઠારવો પડશે. ગત નવેમ્બર મહિનામાં ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પ્રદેશના 39 જિલ્લા-શહેર પ્રમુખોની જાહેરાત કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદ ભાજપને પણ નવા પ્રમુખ મળવાના હતા, પરંતુ જે તે સમયના રાજકીય કારણોસર જાહેરાત અટકી ગઈ હતી.
આ પણ વાંચો : કોલેજનું પગથિયુ પણ ન ચઢેલો ગિરીશ પટેલ હાલોલમાં આખેઆખું ક્લિનીક ચલાવતો હતો
પૂર્વ મેયર હોવાના નાતે અમિત શાહ અમદાવાદને ખૂબ નજીકથી અને જમીની સ્તરે ઓળખે છે ત્યારે તેમની પાસે સંગઠનને અનેક અપેક્ષાઓ છે અને પડકારો છે. જોવાનું એ રહેશે કે તેમની નિયુક્તિ અમદાવાદ શહેર સંગઠનમાં કેટલો બદલાવ લાવે છે.