અમદાવાદઃ  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી 25-26 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે. અમિત શાહના પ્રવાસ પહેલા ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આ સાથે તેમણે અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને પણ ચર્ચાં કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 25મી ઓક્ટોબરે સવારે 9.30 કલાકે ગાંધીનગર ખાસે આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરવાના છે. ત્યારબાદ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. ત્યારબાદ સવારે 11 કલાકે કલોલ ખાતે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરશે. કલોલ APMC ના નવા ભવનનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ દિવ્યાંગોને સાધનસહાય વિતરણ કરીને જનસભાને સંબોધન કરશે. 


તો 26 ઓક્ટોબરે અમદાવાદમાં ઔડાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ સાણંદ ખાતે કેન્દ્ર સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરવાના છે. અમદાવાદમાં એક બ્રિજનું પણ લોકાર્પણ અમિત શાહ કરવાના છે. 27 અને 28 ઓક્ટોબરે દિવાળી અને નવા વર્ષના તહેવાર નિમિતે શાહ પરિવાર સાથે રહેશે. 

જામનગરમાં ડેન્ગ્યુથી 6 વર્ષની બાળકીનું મોત, અત્યાર સુધી 15 લોકોના મોત


આ સાથે જીતુ વાઘાણીએ કહ્યું કે, 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. ત્યારે સરદાર પટેલની જન્મજયંતિ છે. આ તકે પીએમ મોદી ગુજરાતથી રાષ્ટ્રને સંબોધન પણ કરવાના છે.